સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આજથી કેસૂડાં ટે્રઇલ શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં નર્મદા બંધની નજીક કેવડિયા કોલોની ખાતેના સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં 10મી માર્ચથી કેસૂડાં ટે્રઇલ શરૂ થશે. પ્રવાસીઓને કેસૂડાંનાં વનનો પ્રવાસ કરાવવામાં આવશે. આ પ્રવાસનો સમય – સવારે 07:00 થી 10:00 અને સાંજે 04:00 થી 07:00 રાખવામાં આવ્યો છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યું છે અત્યારસુધી દેશ-વિદેશના 1.75 કરોડ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લઇ ચૂકયા છે. એકતાનગર વિસ્તાર કેસૂડાંના લગભગ 65,000 કરતા વધુ વૃક્ષથી સમૃધ્ધ છે અને વસંતઋતુના આગમન સાથે કેસૂડાંના ફૂલોની ચાદર છવાઇ જતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે, સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે કેસૂડાં ટે્રઇલની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કેસૂડાંના નામથી ભાગ્યે જ કોઇ હશે અજાણ હશે. સંસ્કૃતમાં કિશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે. કેસૂડો એ સમગ્ર ભારતવર્ષના વનવગડાનું અતિ સામાન્ય પણ તેમ છતા અતિ વિશિષ્ટ અંગ છે. ગરમીની શરૂઆત અને વસંતઋતુના આગમન થતાની સાથે જ જ્યાં ચારે બાજુ પાનખર ઋતુની વચ્ચે જ્યાં સુકાયેલા વૃક્ષો વચ્ચે કેસૂડાના વૃક્ષો પર પુષ્પો ખીલે છે. કેશરી કલર ના ફૂલો આપણા મનને શાંતિ આપે છે. સાથે આ સમય દરમ્યાન વન વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે. તેથી જ તો કેસૂડાંના સૌંદર્યનું મોહક વર્ણન સાહિત્યો અને કાવ્યોમાં ખૂબ જ કરવામાં આવ્યું છે. કેસૂડા ટે્રઇલ માટે અલગ-અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. અને પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેસૂડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમૂલ્ય વન્ય વારસાને માણી શકશે. પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે પલાશનાં ગાઢ જંગલો ધરાવે છે. તેઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસૂડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા-જોતા ખીણો અને કોતરો સાથે લગભગ 3-4 કિમી સુધી ટે્રક કરશે. ઉ