આપણું ગુજરાત

Kesar Mangoes: મે મહિનાના અંતમાં તમને સસ્તી અને મબલખ કેસર કેરી ખાવા મળશે

ગીરની કેસર કેરીનો ચટાકો દેશ વિદેશમાં સૌને હોય છે, પણ હજુ સુધી કેસર કેરી ઘણા ઘરોમાં પહોંચી નથી કારણ કે કેરીની આવક ઓછી હોવાથી તેના ભાવ હજુ આસમાને છે. જે મીઠી-મધુરી ગીર-તાલાલાની કેરીની રાહ જોવાઈ રહી છે તે મોડી મોડી આવી છે અને આજે પહેલી મે ગુજરાત દિવસના રોજ તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીની શરૂઆત થઈ છે.

તાલાલા ગીર ના માર્કેટ યાર્ડમાં આજે ગુજરાતના સ્થાપના દિવસથી કેસર કેરીના બોક્સ આવ્યા હતા. આજે પહેલા દિવસે લગભગ 4000 આસપાસ બૉક્સ આજે આવ્યા હોવાનું જાણવા મળે છે.

જોકે ભાવ ગયા વર્ષ કરતા આ વર્ષે ઊંચા રહેશે. તાલાલા યાર્ડમાં ગત સાલ 11.50 લાખ કેરીના બોક્સની આખી સીઝનમાં આવક રહી હતી. આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરના ભાગ રૂપે પાક ઓછો થયો છે. આ વર્ષે પાંચ લાખ બોક્સની આવક થવાનો અંદાજ સ્થાનિક ખેડૂતોનો છે.


આ પણ વાંચો:
શું ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઇ શકે?

તલાલા પહેલા ગોંડલમાં કેરીની હરાજી શરૂ થઈ હતી, પરંતુ ભાવ હજુ ઓછા થઈ રહ્યા નથી.
સૌરાષ્ટ્રના ગોંડલ સહિત અન્ય યાર્ડમાં છેલ્લા દસ દિવસથી કેરીની અવક શરૂ થઈ છે. ગોંડલમાં ગઈકાલે 1.50 લાખ બોક્સની આવક રહી હતી અને ભાવ 10 કિલોનો રૂપિયા 1400 થી 1900 સુધીનો રહ્યો હતો. રાજકોટ મેંગો માર્કેટમાં 4000 બોક્સની આવક થઈ હતી જ્યારે ગયા વર્ષે આ સમય દરમિયાન 12,000 આસપાસ બોક્સની આવક થઈ હતી, જેના પરથી સમજી શકાય કે કેરીની આવક ઓછી છે.

આ અંગે સ્થાનિક ખેડૂતના જણાવ્યા અનુસાર મે મહિનાના પહેલા દસેક દિવસ કેરીની આવક સારી રહેશે, પરંતુ વચ્ચે ફરી ગેપ આવશે કારણ કે કેરીનો ફાલ એ પ્રકારે આવ્યો છે. શરૂઆતના દસ દિવસમાં કેરી ઘણી ઓછી છે, પરંતુ મે મહિનાના છેલ્લા દસ દિવસથી શરૂ કરી કેરીનો મબલખ પાક ઉતરશે. જો વરસાદ વિધ્ન નહીં પાડે તો જૂન મહિનામાં લોકોને પેટભરીને કેરી ખાવા મળશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker