આપણું ગુજરાત
કેસરકેરી ખાવી છે તો ચાલો પોરબંદરઃ
હા, આ નવેમ્બર મહિનો છે અને શિયાળાની શરૂઆત છે અને તેમાં પણ બે દિવસથી વરસાદી માહોલ છે, પરંતુ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આવી છે કેસર કેરી. ઉનાળામાં આવતું આ ફળ શિયાળામાં જોઈ ગ્રાહકો જ નહીં અમુક વેપારીઓ પણ અચંબામાં મૂકાઈ ગયા છે. યાર્ડ ખાતે ૩ બોક્સ કેરી ની આવક થઇ હતી જેમાં એક બોક્સની કેરીનો ભાવ કિલોદીઠ રૂ. ૬૦૦ અને બે બોક્સની કેરીનો ભાવ કિલોદીઠ રૂ. 700 બોલાયો હતો.
સ્થાનિક વેપારી દ્વારા મળતી માહિતી અનુસાર રાણાવાવની જાંબુવાનની ગુફા નજીકના ફાર્મમાંથી ૨ બોક્સ કેરી ની આવક થઇ હતી જે બન્ને બોક્સ હરાજીમાં કિલો ના રૂ. ૭૦૦ લેખે વેચાયા હતા. જોકે વેપારીઓએ આ થોડી કેરીની આવકને પણ ગુલાબના ફૂલ અને પેંડાથી વધાવી હતી. વાતાવરણમાં પલટો કે પછી અન્ય કોઈ કારણસર બીજી વાર ફાલ આવ્યાનું માનવામાં આવે છે. કારણ જે હોય તે આપણે તો કેરી ખાવાથી મતલબને…