ફરી કરણી સેના મેદાનમાં: અમદાવાદમાં ભરશે ક્ષત્રિયોનું મહા સંમેલન

સુરત: ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત હાલ સુરત અને ભરૂચના પ્રવાસે છે. તેમણે પત્રકાર પરિષદ દરમિયાન તેમણે સરકાર પર પ્રહારો કર્યા હતા અને સાથોસાથ તેમણે ફરી એકવખત મેદાનમાં ઉતારવાની તૈયારી બતાવી હતી. તેમણે અમદાવાદમાં ફરી એકવખત ક્ષત્રિયોનું મહાસંમેલન ભરવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો…ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે મંત્રીઓને જવાબદારી સોંપી…
અમદાવાદમાં ભરશે સંમેલન
હાલ ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત હાલ સુરત પ્રવાસે છે. તેઓએ અહી પત્રકાર પરિષદને સંબોધતા ફરી એકવખત ક્ષત્રિયોને એક મંચ પર એકઠા કરવાની જાહેરાત કરી છે. તેમણે પત્રકાર પરિષદને સંબોધતા સરકાર પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે ક્ષત્રિયોના મહાસંમેલન યોજવાની વાત કરી હતી. જેમાં તેમણે ક્ષત્રિયોની એકતાનું પ્રદર્શન, અપમાનજનક ટિપ્પણીઓ વગેરેને જવાબ આપવા માટે સંમેલન યોજવાની વાત કરી હતી.