આપણું ગુજરાત

રાજકોટમાં કરણી સેનાના અધ્યક્ષ પદ્મિની બા વાળાની આગેવાનીમાં 200થી વધુ મહિલા ભાજપમાં જોડાઈ

આગામી દિવસોમાં કોંગ્રેસ નામશેષ થઈ જશે

રાજકોટ:સમગ્ર ગુજરાતમાં હાલ જ્યારે ભારતીય જનતા પક્ષનું વર્ચસ્વ ચાલી રહ્યું છે ત્યારે આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજના બહેનો મહિલા કરણી સેના ગુજરાત રાજ્યના અધ્યક્ષ પદ્મિનીબા વાળાની આગેવાની નીચે ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે.અંદાજિત 200 થી વધારે મહિલાઓ ભાજપમાં પોતાનો વિશ્વાસ મૂકી અને જોડાયા છે.જોકે એ જાણવા નથી મળ્યું કે પહેલા આ બહેનો કોંગ્રેસમાં હતા કે કેમ.પરંતુ લોક જુવાળ ભાજપ તરફ નમતો જાય છે એવું લાગી રહ્યું છે.

હાલ સમગ્ર ગુજરાતમાં નાનામાં નાના કાર્યકરથી માંડી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્યો કમલમ બહાર લાઈન લગાવી અને ઊભા છે. જેનો શ્રેય ડોક્ટર ભરત બોઘરા ઉપાધ્યક્ષ, પ્રદેશ ભાજપને ફાળે જાય હાલ ભારત બોઘરા ભારતીય જનતા પક્ષને મજબૂત કરવાના એક જ લક્ષ્ય સાથે કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો શહેરના આગેવાનોનાં સંપર્ક કરી રહ્યા છે. કોંગ્રેસીઓને વ્યવસ્થિત ઓળખે,તેમની જરૂરિયાતોને પણ સમજે તેવા નેતાઓમાં ભાજપ પાસે ભરત બોઘરા થી વિશેષ બીજું કોણ હોઈ શકે? હાલ સમજણપૂર્વક આ વિધિ ચાલી રહી છે.


આથી જ વિપક્ષી નેતાઓ ભાજપમાં જોડવાનો થોડો ઘણો લાભ પણ મળશે તો ઠેકડો મારી જશે તેમાં બે મત નથી. આવનારા બે મહિના કોંગ્રેસ માટે અને ‘ આપ ‘માટે કટોકટી ભર્યા રહેશે તેવું લાગી રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષ સત્તાથી દૂર રહ્યો છે. અને હવે કોંગ્રેસીઓને પણ લાગી રહ્યું છે કે વધુ સત્તાથી દૂર રહી નહીં શકાય. કારણ કે ભારતીય જનતા પક્ષમાં લાભ લેવા માટે ભારતીય જનતા પક્ષમાં જૂના થવું જરૂરી નથી.પરંતુ કોંગ્રેસ પક્ષમાં થોડું કાઠું કાઢી અને શરતોને આધીન ભારતીય જનતા પક્ષમાં જોડાશું તો આજે નહીં તો કાલે સત્તાનો સ્વાદ ચાખી શકીશું. ભૂતકાળમાં જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે તેઓને ધારાસભાની સીધી ટિકિટ, કે સંસદની ટિકિટ,ઉપરાંત બોર્ડ, નિગમ,કોર્પોરેશનમાં મેયર, સંગઠનમાં પ્રથમ પાંચમાંથી હોદ્દા… વિગેરે સ્થાનોથી નવાજવામાં આવ્યા છે.

અત્યારે પણ ભાજપમાં ઘણા મહત્વના સ્થાનોમાં મૂળ કોંગ્રેસીઓ ગોઠવાય ગયા છે.વર્ષોથી ભારતીય જનતા પક્ષને ઉભો કરવામાં જેવો એ મહેનત કરી છે. લોહી રેડિયા છે.તેમાંના ઘણા વોર્ડ કે પેજ પ્રમુખથી આગળ નથી વધી શક્યા.

ભાજપમાં અંદરની લડાઈ મૂળ વિચાર શક્તિને કુંઠિત કરી રહી છે. રાજકોટનો જ દાખલો લઈએ તો હાલ મુકેશ દોશી શહેર પ્રમુખ છે અને તેણે પોતાની ટીમ ગોઠવી લીધી છે.પરંતુ ભૂતકાળના શહેર પ્રમુખો સાથે જે ટીમ સભ્યો હતા તેઓ બીજા કોઈ મહત્વના હોદ્દા ઉપર જઈ શક્યા નથી કે સંગઠનમાં પણ મહત્વનું કોઈ સ્થાન મેળવી શક્યા નથી. અમુક અપવાદ ને બાદ કરતા એક હાંસિયામાં ધકેલાઈ જાય છે. આગામી દિવસોમાં મુંબઈ સમાચાર આ સંદર્ભે એક વિગતવાર અહેવાલ રજૂ કરવા જઈ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button