કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાની કથીત ઓડિયો ક્લિપ વાયરલ
રાજકોટ: આજરોજ પુરષોત્તમ રૂપાલા ના ક્ષત્રિય સમાજ સંદર્ભે વિધાન બાબતે ચાલી રહેલ વિરોધ બાબતે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળા ની કહેવાથી ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે.
બીજી બાજુ આ મામલાને થાળે પાડવા માટે જયરાજ સિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રહી છે કશી ચર્ચા વિચારણા બહાર આવે તે પૂર્વે ઓડિયો ક્લિપ થઈ વાયરલ થઈ ગઈ છે.
પદ્મિની બા વાળા ની વાત મુજબ
જયરાજ સિંહ ભાઈ આપણા વડીલ ભાઈ છે. પરંતુ પ્રશ્ન અહીં ક્ષત્રિય બહેનો દીકરીઓનો છે એટલે આ સંદર્ભે એક જ શરતે સમાધાન થાય કે પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ બદલી અને અન્ય કોઈને આપે. ત્યાં સુધી
સમાધાનની વાત કરવાની થતી જ નથી.
કોઈની માન મર્યાદા રાખવાની થતી નથી
બહેનું દીકરીઓને શું સમજવાનું?
સાચું અને સારું રીઝલ્ટ આવે એક જ સમાધાન છે.
આજે સાંજે ગોંડલના શેમળા ગણેશ ફાર્મ ખાતે બેઠક મળવાની છે.
થોડાક સમય પૂર્વે પદ્મિનીબા વાળા ભાજપમાં સામેલ થયા છે.
ભરત બોઘરા સહિતની હાજરીમાં કેસરિયો કેસ ધારણ કરેલો.
મામલો ગંભીર થતો જાય છે.