પાકિસ્તાનમાં રહેલી પ્રેમિકાને મળવા કાશ્મીરથી કચ્છ પહોંચ્યો શખ્સ: બોર્ડર ક્રોસ કરે ત્યાં જ…
ભુજ: સોશિયલ મીડિયાની આભાસી દુનિયામાં ભારતથી પાકિસ્તાન જનાર અને પાકિસ્તાનથી ભારત આવનાર પ્રેમીઓનો વાયરો હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. કચ્છના ખાવડાની બોર્ડર ઉપરથી એક જમ્મુ કાશ્મીરના શખ્સને બીએસએફના જવાનોએ બોર્ડર ક્રોસ કરતા ઝડપી લીધો હતો. પાકિસ્તાનમાં રહેલી તેની ગર્લ ફ્રેન્ડને મળવા જવાના ઈરાદાથી તે કાશ્મીરથી કચ્છ આવ્યો હતો અને અને કચ્છ સ્થિત બોર્ડરમાંથી ઘુસણખોરી કરીને પાકિસ્તાન જવા માગતો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે કચ્છના ખાવડા નજીક ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરતાં એક જમ્મુ કાશ્મીરના શખ્સને બીએસએફના જવાનોએ ઝડપી લીધો હતો. આ ઈમ્તિયાઝ નામનો શખ્સ પાકિસ્તાનમાં કોઇ એક છોકરીના પ્રેમમાં પડ્યો છે અને ગર્લફ્રેન્ડને મળવા જવાના ઇરાદાથી કચ્છ આવ્યો હતો. તે કચ્છની પાકિસ્તાન બોર્ડરમાંથી ઘુસણખોરી કરીને પાકિસ્તાન જવાનો મનસૂબો ઘડીને બેઠો હતો. જો કે તે પોતાનો મનસૂબો પાર પાડે તે પૂર્વે જ તેને બીઅસેએફના જવાનોએ ઝડપી લઈ તેની પુછપરછ શરૂ કરી છે. અને આ બાબતે અન્ય સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી.
કાશ્મીરના બાંદીપુર જિલ્લાથી કચ્છ આવેલો ઈમ્તિયાઝ શેખ ખાવડામાં પાકિસ્તાન જવા માટે ઘુસણખોરીની તૈયારી કરતો હતો ત્યારે જ તે કચ્છ બીએસએફના પેટ્રોલીંગમાં રહેલા જવાનોના ધ્યાનમાં આવી ગયો હતો. તેને ઝડપીને પુછપરછ કરતાં આ શખ્સનું નામ ઈમ્તિયાજ શેખ હોવાનું જણાવ્યું હતું અને તેની પાસેથી ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પકડાયેલો ઈમ્તિયાજ મુળ જમ્મુ કાશ્મીરનો વતની છે અને તે કચ્છથી ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં ઘુસણખોરી કરવા માગતો હતો ત્યારે જ ઝડપાઈ ગયો હતો.