કે. કૈલાશનાથનને સોંપાયું સરદાર સરોવર નિગમના ચેરમેનનું પદ

ગાંધીનગર: ગુજરાતમાં સીએમઓ બદલાઈ ગયા પરંતુ સતત બે દાયકા સુધી સતત ફરજ બજાવનારા અધિકારી કે. કૈલાસનાથનની (K.kailasanathan) ફરજનો ગઇકાલે અંતિમ દિવસ હતો. આથી તેમને 29 જૂનના રોજ વિદાય આપવામાં આવી હતી. જો કે તેમની સેવાનો લાભ હાલ પણ ગુજરાત સરકાર લેવાની છે. સરકારે તેમને સરદાર સરોવર નિગમના ચેરમેન બનાવ્યા છે.
ગઇકાલે કે. કૈલાશનાથની CMOમાં ફરજનો અંતિમ દિવસ હતો. સતત 1 વખત એક્સટેન્શન આપ્યા બાદ સરકારે તેમને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ફરજ નિવૃતિ આપી હતી. આ બાદ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અને નજીક ગણાતા એવા IAS કે. કૈલાસનાથનને કોઈ રાજ્યના રાજ્યપાલ કે અન્ય કોઈ મોટું પદ મળે તેવી અટકળોનું બજાર ગરમ થયું હતું. જો કે સરકારે તેમને સરદાર સરોવર નિગમના ચેરમેન બનાવ્યા છે.
કે. કૈલાશનાથને ગુજરાતના ચાર મુખ્યપ્રધાનો સાથે કામ કર્યું છે. તેમણે નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સાથે કાર્ય કરી ચૂક્યા છે. તેઓ 2009ના વર્ષથી લઈને અત્યાર સુધી મુખ્યપ્રધાનના અગ્રસચિવના પદે રહ્યા છે. તેની સાથે જ કૈલાશનાથન ઇતિહાસમાં સૌથી વધુ એક્સટેન્શન મેળવનાર અધિકારી છે, તેમને સતત 11 વખત એક્સટેન્શન મળ્યું છે.