આપણું ગુજરાત

ગુજરાતના રાજકારણમાં કડાકા-ભડાકા માટે બસ રાહ જૂઓ, પરિણામ સુધી !

દેશમાં 400 જેટલી બેઠક જીતવાના સપનાના વાવેતર લઈને નીકળેલી મોદી અને સહયોગી પાર્ટીની સરકાર ધખધખતી ગરમીમાં કર્ણાટકા, આસામ, હૈદરાબાદમાં દિવ્ય અને ભવ્ય રીતે ઉમેદવારો જીતે તે રીતે જોર લગાવી રહી છે.ખુદ વડાપ્રધાન મોદી અને અમિત શાહ પણ ઘૂમી વળ્યા છે. આ દડમજલ હજુ પહેલી જૂન સાંજ સુધી રહેશે. આ તરફ, 21 દિવસના જામીન પર જેલ બહાર આવેલા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ,પંજાબ દિલ્લી અને હરિયાણામાં બળૂકો પ્રચાર કરી,રાજધાનીમાં જ ભાજપ કેવી રીતે હારી જાય તેનું માઇક્રો પ્લાનિગ પણ કરશે. આ તરફ,ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાં જ પલીતો ચંપાયો છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ, અને પૂર્વ સાંસદ અને સહકારી અગ્રણી દિલિપ સંઘાણી,જયેશ રાદડિયા ના ઇફ્કોમાં ચૂંટાવા,ઉપરાંત અમરેલીના (પૂર્વ) સાંસદ નારણ કાછડિયા-માણાવદરના વિધાનસભા ઉમેદવાર અરવિંદ લાડાણીના મુદ્દા બે દિવસથી ચર્ચામાં છે. ત્યારે લોકસભાના ચૂંટણી પરિણામ પછી એક -એક (મુદા) નો હિસાબ થશે,તેમાં સંગઠનના સભ્યો અને સરકાર સાથે સીધા સંકળાયેલા ભાજપાઈ કાર્યકરો નેતાઓ હોય શકે છે.

ધર્મસતાએ રાજસત્તામાં દાખલ ના દેવી જોઈએ -રાદડિયાનો ઈશારો કોના તરફ ?

બે દિવસથી ચાલ્યા આવતા વિવાદ બાદ જેતપૂરના ભાજપાઈ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના સહકારી અગ્રણી જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયાએ કહ્યું કે સમાજમાં રહીને રાજકારણ કરવાના બદલે સક્રિય રાજનીતીમાં આવી જવું જોઈએ. સામાજિક સંસ્થાઓએ રાજનીતીમાં દખલ અંદાજ ન થવું જોઈએ. રાદડિયાએ એમ પણ ઉમેર્યું કે, બિપિન ગોતાને અપાયેલા મેંડેટની મને જાણ નહોતી અને એ પહેલા જ મે ફોર્મ ભરી દીધું હતું. જો કે જામકંડોરણામાં પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર ડો મનસુખ માંડવિયાના સમર્થનમાં યોજાયેલી જનસભા સંબોધવા ગયેલા અમિત શાહે, મેંડેટ અને બિપિન ગોતા અંગે ખૂલીને વાત ના કહી હોય તેવું બને જ નહીં. ઊલટાનું, રાદડિયાને ખસી જવા પણ કહ્યું હોય તેવું બને. પણ રાદડિયા જેનું નામ. પાર્ટીની છાતી પર પગ મૂકી, દિલિપ સંઘાણી સહિત સહકારી ટેકેદારોના સંયુક્ત પ્રયાસથી બિપિન પટેલ ગોતાની ચૂંટણીમાં ‘કૂકરી ગાંડી’ કરી દીધી.

પાટિલની નજરે – સહકારમાં ચાલે છે ઈ.. લું… ઈ..લું..

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે ઇફફો ચૂંટણી પણ તત્કાળ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સહકાર ક્ષેત્રે ઈલું ઈલું ચાલી રહ્યું છે. જે પ્રદેશ અધ્યક્ષ લોકસભાની ચૂંટણીનાં બે દિવસ પહેલા ક્ષત્રિય આંદોલનની ઝીણવટ ભરી વિગત મંગાવતા હતા અને બાજ નજર રાખતા હતા તેમના આવા નિવેદનથી સૌરાષ્ટ્રમાં નારાજગી પ્રવર્તી છે,ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં. હવે પાટિલના આ નિવેદન બાદ દિલિપ સંઘાણી પણ ભાજપની નીતિ રીતિઓ પર પ્રહાર કરતાં થયા છે.તેમણે કહ્યું કે, બીજી પાર્ટીમાથી આવતા નેતાઓને બહુ જ મળે છે અને ભાજપનાના પાયાના કાર્યકરોની અવગણના થાય છે.

ટૂંક સમયમાં,લોકસભા ચૂંટણીનાં પરિણામ પછી સહકારી ક્ષેત્ર હોય કે ભાજપ મોટી નવા જૂનીના એંધાણ વર્તાય છે.જેમાં સંગઠન પણ હશે અને સહકારી ક્ષેત્ર સાથે બંને સાથે સંકળાયેલા નેતાઓ પણ હોય શકે. ઓક્ટોબરમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઘણું બધુ બદલાશે એ તો નક્કી જ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…