આપણું ગુજરાતજૂનાગઢ

જુનાગઢમાં એક જ નંબર પ્લેટ પર દોડતી બે બસ જપ્ત, RTOએ કર્યો 8 લાખનો કર્યો દંડ

જુનાગઢઃ જુનાગઢ આરટીઓ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસના સહયોગથી જુનાગઢ આરટીઓ દ્વારા એક જ નંબર પ્લેટ પર દોડતી બે બસને ઝડપી પાડવામાં આવી હતી. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓને લાવવા-લઈ જવા માટે જીજે-11-ઝેડ-0963 નંબરની બસનો ઉપયોગ થતો હતો. એક જ નંબર પ્લેટ પર દોડતી બે બસના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ બસ સંચાલકને રૂપિયા 8 લાખનો દંડ કરવામાં આવ્યો હતો.

મળેલી બાતમીના આધારે RTO અધિકારી A.P. પંચાલ અને તેમની ટીમે ટ્રાફિક શાખાના પી. આઈ. વત્સલ સવાગ સાથે સંકલન કરીને બસોને અટકાવી હતી. એક બસ માજેવાડી ગેટ નજીક જપ્ત કરવામાં આવી હતી, જ્યારે બીજી એસટી બસ સ્ટેન્ડ પરથી પકડવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે માન્ય ચેસિસ નંબર ન ધરાવતી બસમાંથી એક બસની નોંધણી રાજકોટ આરટીઓએ 2023માં રદ કરી હતી.

આ પણ વાંચો :પાકિસ્તાનને હજુ પણ જુનાગઢના સપના આવે છેઃ શહેરના સ્વતંત્રતા દિવસે ધારાસભ્યએ કહ્યું કે…

આરટીઓ અધિકારીએ પુષ્ટિ કરી હતી કે બસો એચએસઆરપી નંબર પ્લેટ સાથે ગેરકાયદેસર રીતે ચાલતી હતી. બંને વાહનોને આરટીઓ ઓફિસ લઈ જવામાં આવ્યા હતા અને ઓપરેટરો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એપ્રિલમાં વલસાડ આરટીઓએ એક જ રજિસ્ટ્રેશન ધરાવતી અને અલગ અલગ રૂટ પર દોડતી બે બસોને ઝડપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button