આપણું ગુજરાતજૂનાગઢ

Junagadh ની દૂધધારા Parikrama ભારે વરસાદના પગલે પ્રથમ વખત રદ કરાઇ

જુનાગઢઃ ગુજરાતમાં ચોમાસું (Monsoon 2024) સક્રિય થયું છે. ત્યારે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને જૂનાગઢમાં(Junagadh)ભારે વરસાદ (Rain) પડી રહ્યો છે. જેના પગલે દર વર્ષે પરંપરાગત રીતે ગિરનાર જંગલમાં 36 કિમીના રૂટ પર યોજાતી દૂધધારા પરિક્રમાને(Parikrama) વહીવટીતંત્રએ સલામતીના કારણોસર રદ કરી છે. જુનાગઢમાં ધોધમાર વરસાદ ખાબકતા વૃક્ષ ધરાશાયી થયા છે. તેમજ અનેક સ્થળોએ પાણી ભરાવવાની સ્થિતિ પણ ઉભી થઈ છે. જેના પરિણામે અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

કુલ 125 ભાવિકોને પરિક્રમાની મંજૂરી આપી હતી

આ ઉપરાંત જુનાગઢમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસી રહેલા વરસાદ પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જુનાગઢમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. દર વર્ષે પરંપરાગત રીતે યોજાતી ગિરનારની દુધધારાની પરિક્રમા આજથી શરૂ થવાની હતી. ગરવા ગિરનારની ફરતે 36 કિમીની થતી દૂધધારા પરિક્રમા માટે વન વિભાગે છ સંસ્થાને મળી કુલ 125 ભાવિકોને પરિક્રમાની મંજૂરી આપી હતી.

સાવચેતી પગલાના ભાગરૂપે દુધધારા પરિક્રમા રદ કરવામાં આવી

જોકે ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં અતિભારે વરસાદ હોવાને કારણે અને પરિક્રમા રૂટમાં આવતા નદી-નાળામાં પુરની સ્થિતિ સર્જાઈ છે, આ ઉપરાંત હજુ ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે આ તમામ વાતને ધ્યાને રાખીને સાવચેતી પગલાના ભાગરૂપે દુધધારા પરિક્રમા રદ કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button