જુનાગઢ મનપા અધિકારીને દુષ્કર્મ કેસમાં ફસાવાની ધમકી આપી રૂ.20 લાખ માગ્યા
જુનાગઢ: ચામડી પરનો રોગ બતાવવાનું કહી અશ્લીલ વીડિયો ઉતારી અને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી જુનાગઢ મહાનગર પાલિકાના અધિકારી પાસે રૂા.20 લાખની માંગણી કર્યાની ફરીયાદ બી ડીવીઝનમાં મહિલા સામે ગઈકાલે નોંધાઈ છે.
જુનાગઢ મનપામાં નોકરી કરતા એક અધિકારી જે રાયજીબાગ વિસ્તારમાં રહેતા હોય તેમણે ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.22 એપ્રીલના રોજ સવારે 11, 12ની વચ્ચે જેતલસર ગામની મહિલા રીટાબેન વિનોદરાય ખેરડીયાએ અધિકારી સાથે ઓળખ કરી પોતાના આધાર કાર્ડ તેમજ સરકારી કામોમાં મદદ કરવાનું કહી અધિકારી સાથે સબંધો કેળવ્યા બાદ રીટાબેને ચામડીના રોગની દેશી દવા ઓસળીયા આપવા માટેનું કહી વીડિયો કોલ કરાવીને અધિકારીને કપડા ઉતારવાનું અને ન્યુડ હાલતમાં નગ્ન શરીર પરના ચામડી પરનો રોગ બતાવવાનું કહ્યું હતું.
જેથી મહિલાના કહેવા પ્રમાણે અધિકારીએ કરતા મહિલાએ પોતાના મોબાઈલમાં ન્યુડ (નગ્ન) વીડિયો રેકોર્ડીંગ કરી કામના બહાને અધિકારીને મનપા કચેરીએ મળવા પહોંચી હતી અને કચેરીની ચેમ્બરમાં બે વખત દુષ્કર્મ આચરી અને નગ્ન (ન્યુડ) થઈ વીડિયો કોલથી વાત કર્યાની અરજી મહિલાએ મનપા અધિકારી વિરૂધ્ધ પોલીસમાં આપી હતી.
ત્યારબાદ સમાધાન કરવા અલગ અલગ વ્યકિતઓ મારફત તેમજ રૂબરૂ અધિકારી પાસે પ્રથમ રૂા.14 લાખ બાદમાં 20 લાખની માંગણી કરી પોલીસમાં કેસ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી અને 20 લાખ કઢાવવાની કોશીષ કરી હતી. અંતે ગઈકાલ તા.9મીના રોજ અધિકારીએ બી ડીવીઝન પોલીસમાં જેતલસરની રીટાબેન વિનોદરાય ખેરડીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી મહિલાની શોધખોળ હાથ ધરી છે.