આપણું ગુજરાત

જૂનાગઢ તોડકાંડ: પી.આઇ. તરલ ભટ્ટના ઘરે દરોડા પડ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જૂનાગઢ તોડકાંડ મામલે એટીએસએ તપાસની કાર્યવાહી તેજ થઇ છે. જેમાં એટીએસએ અમદાવાદમાં આરોપી પીઆઈ તરલ ભટ્ટના ઘરે દરોડા પડતા હતા. તેમજ તરલ ભટ્ટ સહિત અન્ય આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ પોલીસ તોડકાંડના મુદ્દે પીઆઈ તરલ ભટ્ટની આગોતરા જામીન અંગે સુનાવણી થશે. જેમાં એટીએસના તપાસનીશ અધિકારીને સેશન્સ કોર્ટનું તેડું છે. તરલ ભટ્ટ નિર્દોષ, ખોટી રીતે ફસાવ્યાની દલીલ કરવામાં આવી છે. જેમાં તરલ ભટ્ટની દલીલો અંગે ચકાસણી કરાશે. એએસઆઈ દીપક જાનીની માહિતી કોર્ટમાં રજૂ કરવાની શક્યતા છે. તોડકાંડનું કનેક્શન દુબઈ સુધી પહોંચ્યું હોવાનું અનુમાન છે. તોડકાંડમાં અમદાવાદ માધુપુરા કેસનું કનેક્શન પણ બહાર આવી શકે છે, ત્યારે તોડકાંડ મામલામાં એટીએસએ અલગ-અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી હતી. અમદાવાદના માધુપુરામાં ૨૫૦૦ કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટા માટે ૧,૦૦૦થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો. ત્યારે આ કેસની તપાસમાં તરલ ભટ્ટે તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનું બહાર આવ્યું છે. કેસની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટે માહિતી છુપાવી હોવાનું પણ ખુલ્યુ છે. પીસીબી દ્વારા એસએમસીને ૫૩૫ બેન્ક એકાઉન્ટની જ વિગતો આપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ બદલી બાદ તરલ ભટ્ટે પેન ડ્રાઈવમાં સટ્ટાકાંડના ૧,૦૦૦ બેંક ખાતાંની વિગતો સાચવી રાખી હતી. જૂનાગઢમાંથી ફ્રીઝ થયેલા એકાઉન્ટ ક્રિકેટ સટ્ટા કેસના હોવાનું અનુમાન છે. સાઈબર એક્સપર્ટ તરીકે ઓળખ આપી ખાતાં અનફ્રીઝ કરવા તેણે રૂપિયા માગ્યા હતા. એકાઉન્ડ અનફ્રીઝ કરવા બેંક બેલેન્સના ૮૦ ટકા રકમની માગણી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button