Junagadh: મોડી રાત્રે મેગા ડિમોલિશન, બે મંદિરો સહિત મજેવડી ગેટ પાસે આવેલી દરગાહ પર ફર્યું બુલડોઝર
જુનાગઢ: જામનગર અને કચ્છ બાદ જુનાગઢમાં પણ ગેરકાયદેસર રીતે બંધવામાં આવેલા બાંધકામો પર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. (junagadh majevdi gate dargah demolition) જેમાં મજેવડી દરવાજા સામે આવેલી દરગાહ, રેલ્વે સ્ટેશન પાસેનું રામદેવપીરનું મંદિર અને તળાવ દરવાજા પાસે આવેલા જલારામ મંદિરને હટાવાયા હતા.
જુનાગઢ સહિત અન્ય જિલ્લાના એક હજાર જેટલા પોલીસકર્મીઓ વચ્ચે રાત્રે બે વાગ્યા આસપાસ આ મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા અને મહેસૂલ વિભાગના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કર્યા બાદ જ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. દબાણ હટાવવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે સુરક્ષા દળોની બે ટુકડીઓ પહેલેથી જ તૈયાર રાખવામાં આવી હતી.
મજેવડી ગેટ પાસે આવેલી દરગાહ ગેરકાયદેસર હતી અને તેને હટાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને જૂન, 2023માં નોટિસ આપી હતી. પરંતુ માહિતી મળતાની સાથે જ મુસ્લિમ ભીડ એકઠી થવા લાગી અને જ્યારે પોલીસે મોડી રાત્રે તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો તો તેઓએ તેમના પર જીવલેણ હુમલો કર્યો, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા.
આ મામલામાં પાછળથી નોંધાયેલી FIRમાં ખુલાસો થયો કે ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસકર્મીઓને મારી નાખવાના ઈરાદાથી હુમલો કર્યો હતો. આ દરમિયાન એક ST બસને પણ નિશાન બનાવવામાં આવી હતી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને અનેક વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. નાસભાગમાં એક નિર્દોષ હિંદુ વ્યક્તિનું મોત થયું હતું.