પાકિસ્તાનને હજુ પણ જુનાગઢના સપના આવે છેઃ શહેરના સ્વતંત્રતા દિવસે ધારાસભ્યએ કહ્યું કે…
જૂનાગઢ: આજે જુનાગઢ તેનો આઝાદી દિવસ ઉજવી રહ્યું છે. 15મી ઓગસ્ટ 1947 ના રોજ બ્રિટિશ ભારત અને ભારત સંઘ સાથે જોડાણ સ્વીકારેલા દેશી રાજ્યોનો ભાગ આઝાદ થયો હતો, પરંતુ જૂનાગઢ આઝાદીના 84 દિવસ બાદ એટલે કે 9 નવેમ્બર 1947ના દિવસે આઝાદ થયું હતું. આજે જુનાગઢમાં તેના મુક્તિ દિનની ઉજવણી ઐતિહાસિક બહાઉદીન વિનયન કોલેજ ખાતે કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Girnar Lili Parikrama : શ્રધ્ધાળુઓ માટે નવા નિયમો જાહેર કરાયા
જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર, ધારાસભ્ય, પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, સંતો મહંતો અને વહીવટી તંત્રની સાથે જુનાગઢ વાસીઓએ વિજય સ્તંભની પૂજા કરી હતી. તંત્ર દ્વારા વિજય સ્તંભની પૂજા અર્ચના બાદ સાંજના સમયે આતશબાજી કરી આજના દિવસની હર્ષઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે.
આ પ્રસંગે હાજર રહેલ જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, “જુનાગઢ પ્રગતિ જોઈને પાકિસ્તાનને આંખમાં ખૂંચી રહી છે. તેને હજુ પણ સપનામાં જુનાગઢ આવી જાય છે અને તે બોલે છે કે જુનાગઢ અમારું છે. પણ જુનાગઢ પાકિસ્તાનનું છે તેવા સપના તેને જોવાના બંધ કરી દેવા જોઈએ. જુનાગઢ સંત, શૂરા અને સિંહોની ભૂમિ છે. અને આગળના સમયમાં પાકિસ્તાનને ભારતમાં ભળી જવાની નોબત આવશે. જુનાગઢના જ્યારે જનમત સંગ્રહ કરવામાં આવ્યો ત્યારે સૌથી વધુ લોકોએ ભારતના ભળવાના મતે મત આપ્યો હતો અને આથી જ અહીના મુસ્લિમો પણ અહી જ સુરક્ષિત અનુભવે છે.”
આ પણ વાંચો : Gujarat માં હવામાન વિભાગે આગામી સપ્તાહે માટે કરી આ આગાહી
દેશની આઝાદી સમયે જુનાગઢના છેલ્લા નવાબ મહોબતખાનજીએ જુનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરી હતી. જેને લઈને જનતામાં ખૂબ જ રોષ વ્યાપ્યો હતો અને તેની સામે લડત આપવા મુંબઈમાં આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવી હતી. જેને જુનાગઢ રાજ્યને લડત આપી હતી અને અંતે નવાબ પાકિસ્તાન નાસી છૂટયા હતા. આથી દેશની આઝાદીના 84 દિવસ બાદ જુનાગઢને મુક્તિ મળી હતી.