જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડોકટરો દ્વારા હડતાળ સમેટાઈ
દર્દીના પરિજનો દ્વારા ડોક્ટરને માર મારતા કરાઈ હતી હડતાલ
જુનાગઢ : હુમલા કરનાર વિરૂધ્ધ કાર્યવાહિની ખાતરી પોલીસે આપતા હડતાળ સમેટાઈ
OPD અને ઇમર્જન્સી દરેક સેવા શરૂ કરાઈ
જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પર હુમલો કર્યાનો કિસ્સો બન્યો હતો..દર્દીના પરિજનો દ્વારા હુમલો કર્યાનો કિસ્સો બનવા પામતા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા હડતાળ પર ઉતરી વિરોધ કરાયો હતો…જ્યા આરોપીની ધરપકડ કરોના નારા સાથે તમામ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ વિરોધ કરી રહેલ છે..સમગ્ર બનાવની વાત કરીયે તો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી યુનુસ ખત્રીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.. બાદમાં મૃતકના પરિજનો દ્વારા ડોક્ટર અજય,,ડોક્ટર જીતુ ભાંભર તેમજ સ્ટાફ નર્સ કર્મદીપ પરમારને માર મારેલ હોવાનું બહાર આવ્યું હતું..ત્રણેયને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં જ દાખલ કરાયા હતા.. બનાવ બન્યાની તુરંત તમામ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયેલ….
બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.. પોલીસ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી કે સમગ્ર મામલે 3 ઈસમોને રાઉન્ડ અપ કરી લેવાયા છે.. જ્યારે બાકીના 5 ઈસમોને રાઉન્ડ અપ કરવાનાં બાકી હોવાનું જણાવ્યું હતું.. પોલીસ દ્વારા સત્વરે આ બાબતે જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહીની ખાતરી અપાઈ હતી.. જે અંતર્ગત અન્ય દર્દીઓને સારવારમાં અડચણ ન ઉભી થાય તે બાબતને ધ્યાને લઇ હડતાળ સમેટી લેવાઈ હતી.. બાદમાં OPD સહીતની તમામ સારવાર પણ રાબેતા મુજબ શરુ કરી દેવાઈ હતી..
આ પણ વાંચો : જુનાગઢની થશે કાયાપલટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ
મહત્વનું છે કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ન માત્ર જૂનાગઢ જિલ્લાની પરંતુ સમગ્ર સોરઠ પંથકની સૌથી મોટી હોસ્પિટલ છે.. જ્યા રોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે….