Junagadh માં સતત વરસાદને પગલે બે ડેમ ઓવરફ્લો, ગિરનાર રોપ- વે બંધ કરાયો

જૂનાગઢ : ગુજરાતના ચોમાસું સક્રિય થતા રાજ્યના અનેક જિલ્લાના જળાશયોમાં નવા નીર આવ્યા છે. જેમાં જૂનાગઢ(Junagadh)જિલ્લામાં ભારે વરસાદને પગલે ફક્ત ત્રણ દિવસમાં જિલ્લાના મુખ્ય બે ડેમ ઓવરફ્લો થયા છે. જેમાં આણંદપુર પાસે આવેલા ઓઝર ડેમમાં પાણીની સારી એવી આવક નોંધાઈ છે. જ્યારે કેરાળા પાસેનો ઉબેડ ડેમ પણ છલકાયો છે.
હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા
જિલ્લામાં મુશળધાર વરસાદને લઈને રસ્તાઓ પાણી પાણી થયેલ હતા અને ગિરનાર ઉપર ભારે પવન સાથે વરસાદ પડતા રોપ-વે બંધ કરવાની ફરજ પડી હતી. ઉપરવાસના વરસાદને લઈને શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ ઓવરફ્લો થતા હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ગિરનાર રોપ-વે બંધ કરાયો
જૂનાગઢ શહેરમાં ગુરુવારથી વરસાદ શરુ થયો હતો. ભવનાથ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાતા ગિરનાર રોપ-વે બંધ કરાયો છે. આ સાથે જૂનાગઢથી આસપાસના હાઇવે ઉપર ભારે વરસાદના દૃશ્યો જોવા મળ્યા હતા. ઉપરવાસના પડેલા ભારે વરસાદને લઈને જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે.