આપણું ગુજરાત

Junagadh: શિવરાત્રિના મેળામાં વિધર્મીઓની દુકાનો અને બગીઓનો બહિષ્કાર કરો: ભવનાથ બેઠકમાં સાધુ સંતોની અપીલ

જુનાગઢ: ભોજન, ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ એટલે જુનાગઢના ભવનાથમાં ભરાતો શિવરાત્રિનો મેળો! (Junagadh Bhavnath shivratri Mela 2024) આ મેળામાં દેશના ખૂણે ખૂણેથી શિવભક્તો આવે છે. આ મેળો એટલો પ્રસિદ્ધ છે કે વિદેશી પર્યટકોને પણ આકર્ષે છે. વિદેશી પર્યટકોની સાથે સાથે વિદેશી સાધુ સંતો પણ જોવા મળે છે. આ મેળાનું મુખ્ય આકર્ષણ નાગા સાધુ છે, જેને લઈને આ મેળાને મિનિ કુંભ પણ કહેવામા આવે છે. આ વર્ષે ભવનાથ શિવરાત્રિનો મેળો તારીખ 5 માર્ચ થી 8 માર્ચ સુધી યોજવાનો છે.

આગામી શિવરાત્રિના મેળાને લઈને ભવનાથ ખાતે સાધુ સંતોની એક બેઠક મળી હતી. જેમાં મેળાની તૈયારીને તેમજ વિવિધ અન્ય મુદ્દાઓને લઈને વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. યાત્રાળુઓની સુખ સુવિધા તેમજ પત્રકારો, પ્રેસ મીડિયા માટે ઇન્ટરનેટ વાઈફાઈની સુવિધા સહિત મીડિયા સેન્ટર ઊભું કરવાની પણ માંગ કરવામાં આવી હતી.

આ સાથે સાથે સાધુ સંતો દ્વારા કરવામાં આવેલી એક અપિલે સૌનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. જેમાં વિધર્મીઓની દુકાનો નહીં લગાવવાની તેમજ તેની બગીઓ (ઘોડા ગાડી) નહીં રાખવાની અપીલ કરવામાં આવી હતી.

શિવરાત્રિના મેળાના છેલ્લા દિવસે ભવનાથમાં સાધુ સંતોની એક વિશાળ રવાળી નીકળે છે. જેમાં સાધુઓ ઘોડા ગાડીઓ, ખુલ્લી જીપ જેવા વાહનોમાં બેસતા હોય છે. જેમાં મોટા ભાગે આવા વાહનો કે બગી, ઘોડા ગાડી એક ચોક્કસ સમુદાયના લોકોની માલિકીની હોય છે. જેને લઈને સાધુ સંતોએ તેને લાભ ન આપવાની અપીલ કરી હતી. પત્રકારો સાથે વાત કરતાં એક સાધુ એ કહ્યું હતું કે ‘મેળો સનાતની લોકોનો છે. તેના ડબ્બામાં તેઓ અખાદ્ય વસ્તુઓ લઈને આવતા હોય છે’ સાધુ સંતોની આ અપીલ પર શું નિર્ણય આવે છે તે જોવું રહ્યું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button