આપણું ગુજરાત

‘જનતા તમામ 26 બેઠકો ભાજપને આપશે’: જાણો લોકસભા માટે ભાજપના પહેલા ઉમેદવાર કોણ?

અમદાવાદ: લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા પ્રચારના વિધિવત શ્રીગણેશ આજથી થઇ ગયા છે, આખા ગુજરાતની 26 લોકસભા બેઠકોને આવરી લેતા 26 મધ્યસ્થ કાર્યાલયોનું અલગ અલગ સાંસદો-મંત્રીઓ દ્વારા આજે ઉદ્ઘાટન થયું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગાંધીનગરનું કાર્યાલય ખુલ્લું મુક્યા બાદ તેમના સંબોધનમાં વિશ્વાસ જતાવ્યો હતો કે ગઇ ચૂંટણીની જેમ આ વખતે પણ ગુજરાતની જનતા તમામ 26 બેઠકો ભાજપને જ અપાવશે.


લોકસભા ચૂંટણી માટે ભાજપે પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ગાંધીનગર ખાતેના કાર્યાલયમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલની ઉપસ્થિતિમાં જે. પી. નડ્ડાએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભાજપ ફર્સ્ટ, ગુજરાત ફર્સ્ટ અને પીએમ મોદીના નેતૃત્વમાં દેશ ફર્સ્ટ. ભાજપના સંગઠનની રીતિ-નીતિને વિકસિત કરવામાં ગુજરાતની મહત્વની ભૂમિકા રહી છે.

જે રીતે વર્ષ 2014 અને 2019માં તમામ 26 બેઠકો ભાજપને મળી હતી એ જ રીતે વર્ષ 2024માં પણ તમામ બેઠકો ભાજપને ફાળે જશે. સંગઠનને કેવીરીતે મજબૂત કરી શકાય, કેવીરીતે આગળ વધી શકાય એ નરેન્દ્ર મોદીમાંથી અમે શીખ્યા છીએ. 70 વર્ષ કોંગ્રેસ અને અન્ય પક્ષોએ જાતિ આધારિત, વિસ્તાર આધારિત રાજકારણ કરીને પોતાના ઘર ભર્યા છે. પણ પીએમ મોદીએ રાજકારણ બદલી નાખ્યું છે, તેવું જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું.

મહત્વનું છે કે હજુસુધી ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે કોઇપણ રાજ્યમાંથી ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી, ગુજરાતમાંથી પણ નહી, જો કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે તેમના સંબોધનમાં ‘અમિત શાહના લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન..’ તેવો શબ્દપ્રયોગ કરતા હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કદાચ પાટિલે પેપર ફોડી નાખ્યું છે અને પહેલા ઉમેદવારની જાહેરાત થઇ ગઇ છે. જો આ સત્ય સાબિત થાય તો કહી શકાય છે કે અમિત શાહ લોકસભા ચૂંટણી તેમની ગાંધીનગર બેઠક પરથી લડશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત