આપણું ગુજરાત

સુરતના જ્વેલર્સે પાંચ હજાર હીરાનો રામમંદિર નેકલેસ બનાવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામમંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. રામ દરબાર સાથેનો વેપારીએ આ નેકલેસ તૈયાર કરવામાં ૪૦ જેટલા કારીગરો અને ૩૦ દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર થયો છે. નેકલેસ સાથેના આ રામ દરબારને રામમંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવાના છે.
અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થતાંની સાથે જ સમગ્ર રાજ્યના રામભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે. ત્યારે નવા નિર્માણ ઐતિહાસિક રામમંદિર માટે દરેક લોકો પોતાની રીતે કાંઈક ને કાંઈક ભેટ અર્પણ કરવા પણ આતુર છે. ત્યારે સુરતના એક જ્વેલર્સ વેપારી દ્વારા રામમંદિર સાથેનો અનોખો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. વેપારી દ્વારા માત્ર નેકલેસ જ નહીં પરંતુ રામમંદિર સાથે સમગ્ર રામ દરબાર તૈયાર કરાયો છે.
સુરતના ત્રણ વેપારીઓ દ્વારા નેકલેસ પર રામમંદિર સાથેનો રામ દરબાર તૈયાર કર્યો છે. જેમાં વેપારીઓએ અયોધ્યામાં નિર્માણ થયેલું આબેહૂબ રામમંદિર, રામ, લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા, સોનાના હરણ અને હાર પર સમગ્ર રામાયણના અધ્યાય દર્શાવતા નકશીકામ સાથેનાં ચિત્ર બનાવી પ્રદર્શનના મુકાયાં છે. જે હાલ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આ હાર સાથેના રામ દરબાર બે કિલોથી વધુ વજનનો છે. જેને સોના, ચાંદી અને અમેરિકન ડાયમંડમાંથી તૈયાર કરાયો છે. જેમાં ૫૦૦૦થી વધુ અમેરિકન ડાયમન્ડ્સનો ઉપયોગ કરાયો છે. તેને બનાવવા માટે ૩૦ દિવસનો સમય લાગ્યો છે. જેની પાછળ જુદા જુદા ૪૦ કારીગરોની મહેનત બાદ તૈયાર થયો છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button