જયંતી ભાનુશાલી હત્યાકાંડમાં વધુ એક આરોપી જામીનમુક્ત…
ભુજ: કચ્છની અબડાસા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પીઢ નેતા જેન્તી ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં શેખર અને સુરજીત ભાઉ નામના શાર્પશૂટરો દ્વારા સાયલેન્સર વાળી બંદૂકના ભડાકે હત્યા કરવાના ચકચારી ગુનામાં ભુજની પાલારા જેલમાં રહેલા વધુ એક અપરાધીને દેશની ઉચ્ચ ન્યાયાલયમાંથી જામીન મળ્યા છે.
આ પણ વાંચો : ગાંધીધામમાં રેલવેકર્મીના બંધ ઘરમાંથી 6.64 લાખની તસ્કરી
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાષ્ટ્રીય સ્તરે ચકચારી બનેલા આ હત્યાના પ્રકરણમાં સંડોવણી બહાર આવ્યા બાદ જેલમાં રહેલા સુજીત દેવીસિંઘ પરદેશીએ જામીન ઉપર મુક્ત થવા દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી જ્યાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે આ શખ્સને પાસપોર્ટ જમા રાખવા, દર ગુરુવાર, રવિવારે પોલીસ મથકે જાણ કરવા સહિતની શરતોને આધીન જામીન ઉપર મુક્ત કર્યો હતો.
આ પણ વાંચો : રાપરમાં એક સાથે આઠ મંદિરોના તાળાં તૂટયા! ઘરેણાં-દાનપેટી ચોરાઇ: ભાવિકોમાં રોષ…
અત્રે એ નોંધનીય છે કે, આ ગુનામાં જાણીતા રાજકીય અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય એવા છબીલદાસ પટેલ, મનીષા ગોસ્વામી સહિતના 12 આરોપી જામીનમુક્ત થયા છે. જ્યારે ચાર હજુ જેલમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.