આપણું ગુજરાતદ્વારકા

જન્માષ્ટમી પૂર્વે ગુજરાત બન્યું કૃષ્ણમય: રોશનીથી ઝળહળ્યું જગતમંદિર

દ્વારકા: ગોકુળ આઠમ જન્માષ્ટમીને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે યાત્રાધામોમાં તેની તડામાર તૈયારીઓ ચાલી રહે છે. ભગવાન કૃષ્ણની કર્મભૂમિ રહેલી દ્વારકાને પણ રોશનીથી શણગારવામાં આવ્યું છે. રોશનીથી ઝળહળી રહેલ જગત મંદિરનો નજારો મંત્રમુગ્ધ કરી દેનારો છે. જગત મંદિર સિવાય દ્વારકાના અન્ય વિસ્તારોને પણ રોશનીથી શણગારવામાં આવ્યા છે.

હિન્દુઓની ચાર મોક્ષપૂરીમાં ગણના થાય છે તેવી દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ રહી છે. ભગવાને મથુરા છોડ્યું ત્યારથી લઈને પોતાની જીવન લીલા સંકેલી ત્યાં સુધી સૌરાષ્ટ્ર અને દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ સૌથી વધુ રહ્યા છે. દ્વારકામાં જન્માષ્ટમીને લઈને એક અલગ જ રોનક જોવા મળે છે. જન્માષ્ટમીના પર્વ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તોનું માનવ મહેરામણ કાળિયા ઠાકરના દર્શન કરવા ઉમટી પડે છે.

આ સિવાય ખેડાના ડાકોરમાં પણ જન્માષ્ટમીને લઈને વિશેષ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ડાકોરના ઠાકોર ભગવાન રણછોડરાયજીને જન્માષ્ટમી પર્વ નિમિતે રત્નજડિત સોનાનો મોટો મુગટ ધરાવવામાં આવશે તેમજ ગોપાલ લાલજી મહારાજને સોનાના પારણાંમાં ઝુલાવવામાં આવશે. મધરાતે કૃષ્ણ જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે જે વહેલી સવાર સુધી ચાલશે.

આ પણ વાંચો : Janmashtami special : જન્માષ્ટમી પર આ ચાર કૃષ્ણ મંદિરની મુલાકાત બની રહેશે રોમાંચક!

અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે આવેલા ભગવાન શામળિયાના તીર્થસ્થાન શામળાજીમાં પણ ગોકુળ આઠમની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. અહી જન્માષ્ટમીથી લાઇટ એન્ડ લેસર શો શરૂ થશે. શોની શરૂઆત થવા જઈ રહી છે. જેમાં ભગવાન વિષ્ણુ અને શામળિયાના દર્શન થશે. હાલ જન્માષ્ટમી પર્વને લઈને પણ મંદિર લાઇટોથી ઝળહળી ઉઠ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો