આપણું ગુજરાત

Reliance Mallમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, મુંબઈથી અનંત અંબાણી દોડી આવ્યા

જામનગર: Jamnagar નજીક મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ગતરાતે આશરે 10 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી (Reliance Mall Fire Jamnagar). જે 30 જેટલા ફાયર ફાઇટરની જહેમત બાદ સવારે 5 વાગ્યે કાબુમાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં જ જામનગરથી ફાયર ફાઈટરની ટીમ રવાના કરવામાં આવી હતી. વિકરાળ આગને લઈને મોલની અંદર અને બહાર રસ્તા પર દોડધામ મચી ગઈ હતી.

આ મોલની નજીક જ જામનગર-ખંભાળિયા હાઈવે આવેલો છે. ટ્રાફિક જામ સર્જાય નહીં તે માટે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઉચ્ચ અધિકારીઓએ સહિત મોટી સંખ્યાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ઘટનામાં કોઈ પણ જાનહાનિના સમાચાર બહાર નથી આવ્યા.

જો ઘટનાની વાત કરવામાં આવે તો, રિલાયન્સના પ્રવક્તાના જણાવ્યાં અનુસાર, મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં દિવસનું કામકાજ પૂર્ણ કરીને મોલ બંધ થયા બાદ આગ લાગી છે. તેમાં કોઇ જાનહાની થઈ નથી કે કોઇને ઇજા પણ થઈ નથી. આર.આઇ.એલ.ના ફાયર ટેન્ડરની સાથે જામનગર ડિસ્ટ્રીક્ટ ઓથોરીટી અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓ આગને કાબુમાં લાવવા પ્રયાસ કર્યા હતા.

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ખાવડી પાસેના રિલાયન્સ મોલમાં આગની જાણ થતાં મોડી રાત્રે જામનગર પહોંચ્યા હતા. તેમજ રિલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી સહિત રિલાયન્સના અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button