આપણું ગુજરાત

Jamnagar ના લાલપુરના ગોવાણામાં બોરમાં બાળક પડ્યું, વડોદરાથી રેસક્યું માટે NDRF ટિમ રવાના

જામનગર: Jamnagar જિલ્લાના લાલપુર પંથકમાં આવેલ ગોવાણા ગામની સીમમાં બાળક બોરમાં પડતા જતાં સનસનાટી મચી ગઈ છે. વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં ખેતમજૂરી માટે આવેલ પરિવારનો 2 થી 2.5 વર્ષનો બાળક ખાબક્યો છે (child fell in borewell). ઘાટની અંગે જાણ થતા જ લાલપુરથી 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને જામનગરથી ફાયર બ્રિગેડની ટીમ પણ દોડી ગઈ છે.

આપને જણાવી દઈએ કે બોરમાંથી બાળક રડવાનો અવાજ પણ આવી રહ્યો છે. ત્યારે મામલતદાર અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે . અને બાળકની જિંદગી બચાવવા પ્રયાસ હાથ ધરાયો છે. બાળકને બચાવવા માટે NDRFની મદદ પણ લેવામાં આવી છે. આ માટે વડોદરા સ્થિત NDRF હેડ ક્વાર્ટરમાંથી બચાવ માટે જરૂરી આધુનિક સાધનો સાથે એક ટીમને રવાના કરી દેવામાં આવી છે.

બનાવની વિગતવાર વાત કરવામાં આવે તો લાલપુર તાલુકાનું ગોવાણા ગામમાં આવેલી વાડી વિસ્તાર સીમમાં પરપ્રાંતીય મજૂરવાડી વિસ્તારમાં મજૂરીકામ કરતા હતા. ત્યારે મજૂરનું બાળક રમતાં રમતાં બોરવેલમાં પડી ગયું હોવાનું જાણવા મળ્યું છે. અને હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

આપને જણાવી દઈએ કે આ અગાઉ પણ આ પંથકમાં આવો જ એક કિસ્સો બન્યો હતો. દ્વારકા જીલ્લામાં એક બાળકી 100 ફૂટ ઊંડા બોલવેલમાં પડી ગઈ હતી. જેને 9 કલાકની જેહમત બાદ બહાર કાઢવામાં આવી હતી. પરંતુ સારવાર દરમ્યાન જ બાળકીએ દમ તોડી દીધો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button