આપણું ગુજરાત

જલારામ બાપાનું વિરપુરધામ બન્યું રામમય, શોભાયાત્રામાં કોમી એકતાના સુંદર દ્રશ્ય સર્જાયા

રાજકોટ: અયોધ્યામાં ભગવાન શ્રી રામ પ્રાણપ્રતિષ્ઠાને લઈને યાત્રાધામ વીરપુરમાં 2 કિમી લાંબી ભવ્ય શોભાયાત્રા યોજાય હતી,ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના જીવન ચરિત્રની જાંખીઓ સાથે અવનવા ફ્લોટ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ ખાસ કરીને વિરપુર મુસ્લિમ સમાજ પણ આ શોભાયાત્રામાં જોડાયો હતો અને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સેવાભાવી લોકો દ્વારા શોભાયાત્રાના રૂટમાં પાણી તેમજ શરબત અને મહાપ્રસાદના અનેક સ્ટોલો ઉભા કરાયા હતા.

આ શોભાયાત્રામાં વિરપુર ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આપને જણાવી દઈએ કે આ શોભાયાત્રામાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા પણ જય શ્રી રામના નારા લગાવી લોકો સાથે જુમ્યા હતા.

આપને જણાવી દઈએ કે, જલારામ નગરી વીરપુર પણ રામમય બની ગઈ છે.વિરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેમ વીરપુર પૂજ્ય જલારામ મંદિર દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી “મારું ગામ અયોઘ્યા ધામ” ના સુત્ર સાથે કરવામાં આવી હતી.

વીરપુરમાં દરેક ઘેર એક સરખી રંગોળી કરવાંમાં આવી છે તેમજ ઘેર ઘેર આસોપાલવના તોરણ તેમજ ફૂલો થી ડેકોરેટ કરવામાં આવ્યા છે. વીરપુરની દરેક ગલીઓ રોડ રસ્તાઓ રોશની થી અને ધજા પતાકાથી શણગારવામાં આવ્યા છે. દરેક ઘર ઉપર ભગવા ધ્વજ લેહરાવવામાં આવ્યા છે તેમજ સમસ્ત ગામ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાશે અને આ શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરીને શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાના મુહુર્ત સમયે જલારામ મંદિરે પહોંચશે ત્યારે મહાઆરતી એસઆરપી બેન્ડ સાથે થશે જેમને લઈને સમગ્ર વીરપુર ધામ જાણે રામમય બની ગયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button