Jain Sadhvis Assaulted: ભરૂચમાં જૈન સાધ્વીઓ પર હિંસક હુમલો, પોલીસે આરોપી અલ્તાફ હુસેનની ધરપકડ કરી
ભરૂચથી 11 કિલોમીટર દુર થામ-દેરોલ હાઈવે પર છ જૈન સાધ્વીઓ પર હુમલા(Attack in Jain sadhvis)ની હિચકારી ઘટના બની હતી. આ કેસમાં ભરૂચ પોલીસ(Bharuch police)એ અલ્તાફ હુસેન નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપ મુજબ અલ્તાફ હુસેને જૈન સાધ્વીઓનો પીછો કરીને તેમના પર હિંસક હુમલો કર્યો હતો. અલ્તાફે બેલ્ટ વડે જૈન સધ્વીઓને નિર્દયતાથી માર માર્યો હતો. આ દરમિયાન તેને રોકવાનો પ્રયાસ કરનાર ગ્રામજનને પણ અલ્તાફે માર માર્યો હતો.
જાણકારી મુજબ આ ઘટના આજે વહેલી સવારે બની હતી, શ્વેતાંબર જૈન સાધ્વીઓ વિહાર માટે વહેલી સવારે ભરૂચથી નીકળ્યા હતા, વિહારના સેવક તેમની સાથે હતા. થોડા કિલોમીટર ચાલ્યા બાદ મુહમ્મદપુરા ગામમાં રહેવાસી આરોપી અલ્તાફે તેમનો પીછો શરૂ કર્યો, ત્યારબાદ જૈન સાધ્વીઓને ડરાવવા માટે બૂમો પાડવા લાગ્યો. દેરોલ ગામ પાસે પહોંચતા આરોપી અલ્તાફ જૈન સાધિવોની એકદમ નજીક આવ્યો, જવાબમાં, સાધ્વીઓએ અલ્તાફને પાછા જવા કહ્યું. જેને કારણે ગુસ્સે ભરાયેલા આરોપીએ એક સાધ્વીને લાત મારી, પછી તેનો બેલ્ટ કાઢીને અન્ય સાધ્વીઓને મારવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડનો છઠ્ઠો આરોપી ફરાર કે આગમાં હોમાઈ ગયો? પરિવારજનોએ પોલીસને કરી આવી રજૂઆત
ધાર્મિક પ્રથાઓ મુજબ, કોઈ પુરુષ જૈન સાધ્વીઓને સ્પર્શ પણ કરી શકતો નથી, તેથી સાધ્વીઓ અલ્તાફને દુર રહેવા વિનંતી કરી હતી, જો કે અલ્તાફ તો પણ તેમને મારતો રહ્યો.
દરમિયાન, સ્થાનિક ગ્રામીણ સતીષભાઈ રાઠોડે અલ્તાફને સાધ્વીઓ પર હુમલો કરતા જોયો અને તેને પકડી લીધો. સતીષભાઈએ આ અંગે ભરૂચ તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. જો કે, આરોપી ટેમ્પોમાં બેસીને નાસી છૂટ્યો હતો, પોલીસે તુરંત કાર્યવાહી કરીને અલ્તાફની વાગરા ગામ નજીકથી ધરપકડ કરી હતી.