જૈન – ભાજપ અગ્રણી અને શ્રી પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટ ના સેક્રેટરી મયુર શાહ ને સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર “બેસ્ટ સોશ્યલ વર્કર એવોર્ડ” એનાયત

રાજકોટ: આજરોજ હેમુગઢવી હોલ રાજકોટ ખાતે ઇન્ટરનેશનલ જૈન પેગામ ફાઉન્ડેશન અને ધર્મયાત્રા મહાસંઘ ના સયુંક્ત ઉપક્રમે પ્રશાંત શાહ, પ્રિયવદન ભટ્ટ તેમજ સમગ્ર ટીમ દ્વારા યોજવા માં આવેલ “સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર” એવોર્ડ ફંકશન માં રાજકોટ ના જૈન અગ્રણી, શ્રી પંચનાથ હોસ્પીટલ અને શ્રી પંચનાથ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ના સેક્રટરી, શ્રી પંચનાથ એનીમલ હોસ્પીટલ ના ચેરમેન તેમજ જૈન સંકલ્પ ટ્રસ્ટ જૈન ભોજનાલય ના ટ્રસ્ટી અને અનેક ધાર્મિક સાભાજીક સાથે જોડાયેલ મયુરભાઇ શાહ ને ‘બેસ્ટ શોશ્યલ વર્કર’ તરીકે નો એવોર્ડ ગુજરાત પ્રદેશ ભાજપા મહિલા મોરચાનાં અધ્યક્ષ ડો. દિપીકાબેન સરડવા, પ્રશાંત શાહ તેમજ કેતન સંધવી ના હસ્તે અનેક મહાનુભાવો ની ઉપસ્થિતી માં એનાયત કરી સન્માન કરવા માં આવેલ. આ તકે મયુર શાહ એ એવોર્ડ પ્રદાન કરવા બદલ પ્રશાંત શાહ, કેતન સંઘવી, પ્રિયવદન ભટ્ટ, ભાવીબેન મહેતા સહીત બંને સંસ્થા ઓ ની સમગ્ર ટીમ નો ઋણ સ્વીકાર કરેલ. કાર્યક્રમ નું સફળ સંચાલન મેહુલ રવાણી એ કરેલ હતુ.