દ્વારકામાં જગતમંદિરને શણગારાશે નવા શિખરથી
દ્વારકાઃ દ્વારકામાં જગતમંદિરના જીર્ણોધ્ધાર કરવા પુરાતત્વ વિભાગની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામ માટે રૂ. 18 કરોડનો ખર્ચ થવાનો અંદાજ લગાવામાં આવ્યો છે. મંદિરના શિખરના જર્જરીત ભાગોના પુનઃ જીર્ણોધ્ધાર માટેની પ્રાથમિક તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : દ્વારકાના રૂપેણ બંદરથી ઝડપાયું 16.65 કરોડનું બિનવારસી ચરસ
રાજકોટ ખાતેની ભારતીય પુરાતત્વ વિભાગની સર્કલ કચેરીના માર્ગદર્શન હેઠળની પુરાતત્વની ટીમના આઠ જેટલા એન્જીનીયર જગતમંદિરના ફલોરીંગથી લઈને લાડવા ડેરા તથા શક્તિ માતાજીના મંદિર સુધીના માળ અને ધવજાજીના દંડ સુધીના માળ ઉપર ત્રણ ટીમ બનાવીને સાધનો સાથે મંદિરની શિલ્પ કલાઓને કંડોરવામાં આવી છે. ખાસ કરીને જગતમંદિરના ફલોરિંગમાં પણ જીર્ણશીલ પથ્થરો હોવાથી તેને અગ્રતાના ધોરણે કાર્ય કરવાની તૈયારી ચાલી રહી છે. આ કાર્ય માટે અંદાજે રૂ. 18 કરોડનો ખર્ચ કરવામાં આવશે.