આપણું ગુજરાત

Rathyatra 2024: ભગવાન જગન્નાથજી 147મી Jalyatra સંપન્ન ,મંદિરમાં હવે થશે નિગ્રહના દર્શન

અમદાવાદ : ગુજરાત અને તેમા પણ અમદાવાદમાં(Ahmedabad)જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવતી હોય છે. તેવી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને(Rathyatra 2024)હવે ગણતરીના દિવસો બાકી છે. જેના ભાગરૂપે આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રાનું(Jalyatra)આયોજન કરવામાં આવ્યું હતું. આ જળયાત્રા હર્ષોલ્લાસ પૂર્વક સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી. સાબરમતીના કિનારેથી સંતો મહંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગાપૂજન અને આરતી કરવામાં આવી.

ષોડસોપચાર પૂજનવિધિ કરવામાં આવી

જ્યાંથી 108 કળશ જળ લાવવામાં આવ્યા હતા. આ જળથી ભગવાન જગન્નાથજીની ષોડસોપચાર પૂજનવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાનન જગન્નાથજીનો મહાજળાભિષેક કરવામાં આવ્યો હતો. આ મહોત્સવ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગદગુરુ અવિચલદેવાચાર્યજી મહારાજ, ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના આગેવાનો હાજર રહ્યા.

ભગવાન જગન્નાથ ગજવેશમાં દર્શન આપ્યા

ભગવાન જગન્નાથજીના મહાજળાભિષેક બાદ ભગવાન ગજવેશમાં ભક્તોને દર્શન આપ્યા હતા. ત્યારબાદ તેઓ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે સાંજે મોસાળમાં જશે. સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં રોજ સવાર અને સાંજ અવનવી વાનગીઓનો મનોરથ ધરાવવામાં આવશે. ભગવાન મોસાળ ગયા હોવાથી મંદિરમાં નિગ્રહના દર્શન થશે.

ભગવાન જગન્નાથજી મોસાળમાં પધરામણી કરશે

ભગવાન તેમના મોસાળમાં આગામી 14 દિવસ સુધી વિશ્રામ કરશે. આજથી ભગવાન જગન્નાથજીના નિગ્રહના દર્શન જ થઈ શકશે. એટલે કે ભગવાનની પ્રતિમાના સ્થાને તેમના ફોટો મુક્વામાં આવશે. માન્યતા અનુસાર ભગવાન જગન્નાથજી મામાને ઘેર ગયા હોવાથી તેમના દર્શન થઈ શકતા નથી. જ્યારે વાજતે ગાજતે અને રંગેચંગે ભગવાન જગન્નાથજી સરસપુરના રણછોડરાયજી મંદિર સ્થિત પોતાના મોસાળમાં સાંજે પધરામણી કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો