વડોદરામાં હાથીદાંતની હેરાફેરી કરતી ટોળકી ઝડપાઈ, મુદ્દામાલ સાથે બે પકડાયા
વડોદરાઃ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખૂબ જ ઊંચી કિંમત ધરાવતા હાથીદાંતની હેરાફેરી (Ivory trafficking)નું નેટવર્ક પકડાયું છે. વડોદરામાં યાકુતપુરા વિસ્તારમાંથી હાથીદાંત વેચવાના ષડયંત્રનો સ્પેશીયલ ઓપરેશન ગ્રુઓ(SOG)એ પર્દાફાશ કર્યો છે. એસઓજીએ બે લોકોને મુદ્દામાલ સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વડોદરામાં વન્ય જીવોના અંગોનું વેચાણ કરવાના વારંવાર કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. ત્યારે હાથી દાંતની હેરાફેરી કરવામાં આવતી હોવાની માહિતીને પગલે એસઓજીએ વોચ રાખી એક રીક્ષામાંથી ઈરફાન શેખ અને આઝાદ પઠાણ નામના યાકુતપુરાના શખ્સને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી હાથીદાંતની એક જોડ મળી આવી હતી. પોલીસે હાથીદાંત કબજે કરી વન વિભાગને જાણ કરી હતી. બન્ને એજન્ટ હાથીદાંત ક્યાંથી લાવ્યા હતા અને કેટલા સમયથી આવો વેપાર કરી રહ્યા છે તે સહિતના મુ્દે વન વિભાગ અને એસોજીએ પૂછપરછ કરી રહી છે.
એસઓજીએ આ નેટવર્કમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સિન્ડિકેટ સક્રિય છે કે કેમ તે મુદ્દે અમે તપાસ કરી રહ્યા છીએ. આ ઉપરાંત બંને શખ્સનો ગુનાહિત ભૂતકાળ પણ તપાસવામાં આવી રહ્યો છે. તેઓ કોની સાથે સંકળાયેલા હતા તે મુદ્દે ટેકનિકલ સોર્સને આધારે તપાસ કરવામાં આવી રહી છે.
Also Read –