આપણું ગુજરાત

કૉંગ્રેસે જ સોમનાથ અને પાવાગઢના વિકાસમાં વિઘ્ન ઊંભું કર્યું હતું: મોદી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મહેસાણા: આઝાદ ભારતમાં વિકાસ અને વિરાસત વચ્ચે ટકરાવ હતો. આ સ્થિતિ માટે કૉંગ્રેસ જ દોષિત છે. કૉંગ્રેસે સોમનાથ જેવા પાવન સ્થળને વિવાદનું કારણ બનાવ્યુ છે. તેમણે પાવાગઢમાં ધ્વજ ફરકાવવાની ઇચ્છા પણ ન દર્શાવી. આ લોકોએ ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઊભા કર્યા છે એવા શાબ્દિક પ્રહારો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર કર્યા હતા.
મહેસાણા જિલ્લાના તરભ વાળીનાથ ધામ ખાતે વાળીનાથ મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાતમાં 13 હજાર કરોડના વિકાસ કામોના ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યા બાદ રોડ-શો કરી લોકોનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ જન સભાને સંબોધતા વડા પ્રધાને કહ્યું હતું કે, રૂ.13000 કરોડના પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ – શિલાન્યાસ કર્યું છે. જેમાં શહેરી વિકાસ, રોડ, રેલવે સહિતના કાર્યોના પ્રોજેક્ટ્સ છે.આ ઊર્જા આધ્યાત્મિક ક્ષેત્ર સાથે આપણને જોડે છે. તેનો સંબંધ ભગવાન કૃષ્ણ સાથે પણ, મહાદેવ સાથે પણ છે. હું પૂજ્ય જયરામગીરી બાપુને પણ પ્રણામ કરું છુ. મહંત બળદેવગીરી બાપુના સંકલ્પને તેમણે આગળ વધાર્યો છે. બળદેવગીરી બાપુ સાથે ખૂબ સુંદર સંબંધ હતો. હું મુખ્યમંત્રી હતો ત્યારે મને તેમના સ્વાગતની તક મળી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આજથી એક મહિના પહેલાં અયોધ્યામાં રામના ચરણોમાં હતો. મને રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ થવાનું સૌભાગ્ય મળ્યું છે. 14 ફેબ્રુઆરીએ અબુધાબીમાં હિંદુ મંદિરનું લોકાર્પણ કર્યુ છે. યુપીના સંભલમાં કલ્કિ ધામના શિલાન્યાસની તક મળી છે. આજે તરભમાં ભવ્ય મંદિરમાં પૂજા કરવાની તક મળી છે. દેશ – દુનિયા માટે વાળીનાથ ધામ એક તિર્થ છે. રબારી સમાજ માટે આ એક પૂજ્ય ગુરુગાદી છે. દેશભરમાંથી રબારી સમાજના લોકો અહીં આવે છે. ભારતમાં અત્યારે એક અદ્ભુત કાળખંડ ચાલી રહ્યો છે. દેવ સેવા અને દેશ સેવા એકસાથે થઇ રહી છે.
આપણા મંદિરો માત્ર પૂજા પાઠ કરવાનું સ્થળ નથી. આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતિના પ્રતીક છે આ મંદિરો. આપણે ત્યાં મંદિર જ્ઞાન અને વિજ્ઞાનના કેન્દ્ર રહ્યા છે. મંદિરો દેશ અને સમાજને જ્ઞાન તરફ લઇ જવાના કેન્દ્ર રહ્યાં છે એવું જણાવીને તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમારી સરકાર દરેક વર્ગના જીવનને શ્રેષ્ઠ બનાવવામાં લાગી છે. મોદીની ગેરંટીનું લક્ષ્ય છે લોકોના જીવનમાં બદલાવ લાવવો. દેશમાં દેવાલય પણ બને છે, ગરીબો માટે પાકા ઘર પણ બને છે. ગુજરાતમાં સવા લાખથી વધુ ગરીબોને ઘરની ભેટ અપાઇ છે. દેશના 80 કરોડ લોકોને મફત અનાજ મળી રહ્યું છે. દેશના 10 કરોડ નવા પરિવારોને નળથી જળ મળે છે. આ સમારોહમાં 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ એકઠા થયા છે. ગુજરાતનું બીજા નંબરનું શિવધામ વાળીનાથ મંદિર જેની ઊંચાઈ 101 ફૂટ, લંબાઈ 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ છે. ભવ્ય વાળીનાથ મહાદેવનું મંદિર બની ચૂક્યું છે. આ મંદિરનું નિર્માણકાર્ય છેલ્લા 10-12 વર્ષથી થયેલું જે હવે પૂર્ણ થયું છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા