રાજકોટ ઈશ્વરીયા પાર્ક ખાતે પાર્કનુ નવીનીકરણ જરુરી:કલેક્ટર
રાજકોટ: ઈશ્વરીયા પાર્ક ખાતે કલેક્ટરશ્રી પ્રભવ જોષીની અધ્યક્ષતામાં પાર્કના વિકાસ અંગેની મિટિંગ યોજાઈ હતી. પાર્કમાં ક્લબ હાઉસ પાસેની લોનમાં કલેક્ટરશ્રીએ વિવિધ સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ સાથે મીટીંગ યોજી હતી. કલેક્ટરશ્રીએ પાર્ક ખાતે ઉપલબ્ધ ઇનફ્રાસ્ટ્રકચર, સ્ટાફ તેમજ પાર્કની જાળવણી, નવા જરૂરી બાંધકામો, પ્રોજેક્ટ્સ વગેરે અંગેની માહિતી મેળવી હતી.
કલેક્ટરશ્રીએ બાળકો માટેના હીંચકા, મુલાકાતીઓ માટે શૌચાલય, સાઈન બોર્ડ, લાઈટિંગ વગેરે સુવિધાઓમાં જરૂરી સમારકામ તાત્કાલિક ધોરણે કરવા માટે સૂચના આપી હતી તેમજ વૃક્ષોને ખાતર અને પાણી આપવાની, નવા વૃક્ષો વાવવાની કામગીરીની સમીક્ષા કરી હતી. ઉપરાંત, પાર્કના રી-ડેવલપમેન્ટ અર્થે પ્રપોઝલ તૈયાર કરીને પ્રક્રિયા શરૂ કરવા માટે તાકીદ કરી હતી.
આ મિટિંગમાં અધિક કલેક્ટર શ્રી કે.જી. ચૌધરી, ડી.એફ.ઓ. શ્રી તુષાર પટેલ, મામલતદારશ્રી જૈનમ કાકડિયા તેમજ માર્ગ અને મકાન, પાણી પુરવઠા વિભાગ તેમજ કાર્યરત એજન્સીના અધિકારીઓ તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.