IRCTC આપી રહ્યું છે Gujarat ફરવાની તક! પેકેજમાં કરાવો ફટાફટ બુકિંગ…
IRCTC Tour Package: જો તમે પરિવાર કે મિત્રો સાથે ફરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો IRCTC એ તમારા માટે ગુજરાત પ્રવાસ માટે લેવા માટે ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. આ પેકેજ સાથે તમે એકસાથે અનેક સ્થળોની મુલાકાત લઈ શકશો. આ પેકેજમાં તમને રહેવા, જમવા તથા ખાવા પીવાની વ્યવસ્થાનો પણ લાભ મળશે. તો ચાલો જાણીએ કે આ પેકેજ કેવી રીતે બુક કરવું.
આ પણ વાંચો : Jalaram Jayanti 2024: વીરપુરમાં ઉજવવામાં આવી રહી છે સંત જલારામ બાપાની 225 જન્મ જયંતિ, જાણો મહત્વ
ટૂર પેકેજની સંપૂર્ણ વિગતો:
IRCTCના આ ટૂર પેકેજનું નામ RANN-OF-KUTCH WITH STATUE OF UNITY છે. આ પેકેજમાં તમને 6 રાત અને 7 દિવસની મુસાફરી કરવાનો મોકો મળશે. આ ટુર દિલ્હીથી શરૂ થશે. જેમાં કચ્છ, ભુજ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનો મોકો મળશે.
કેટલા દિવસની હશે ટ્રીપ?
આ મુસાફરી 6 રાત અને 7 દિવસની હશે. આ પેકેજની શરૂઆત તારીખ 23.11.2024 અને 12.12.2024ના રોજ શરૂ થશે. તમે તમારી અનુકૂળતા મુજબ તારીખની પસંદગી કરીને પેકેજ બુક કરી શકો છો. આ પેકેજ બુક કરાવવા પર તમને ફ્લાઈટ દ્વારા ગુજરાત લઈ જવામાં આવશે. ચાલો અહીં જાણીએ કે પેકેજમાં શું મળશે?
આ પણ વાંચો : શિયાળુ પાકોની વાવણી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે જાહેરી કરી એડવાઈઝરી
કેટલો થશે ખર્ચ?
આ પેકેજની અંદર જો તમે સિંગલ ઓક્યુપન્સી માટે ટિકિટ બુક કરો છો તો તેનો ખર્ચ 75,900 રૂપિયા થશે. જ્યારે ડબલ શેરિંગ માટે 50,700 રૂપિયા, ટ્રિપલ શેરિંગ માટે 47,400 રૂપિયાનો ખર્ચ થશે. જો 5 થી 11 વર્ષનું બાળક તમારી સાથે આ ટ્રિપ પર જાય છે, તો તેનો ખર્ચ 39,300 રૂપિયા થશે. તે જ સમયે, જો તમે 5 થી 11 વર્ષના બાળક માટે અલગ બેડ નથી ખરીદતા, તો તમારે 37700 રૂપિયા ખર્ચ થશે. જ્યારે 2 થી 5 વર્ષનું બાળક જાય છે તો 21000 રૂપિયાનો ખર્ચ થશે.