રાજ્યના આઇપીએસ અધિકારીઓને પાંચ વર્ષ માટે સીબીઆઇમાં મુકાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત કેડરના વધુ બે આઈપીએસ અધિકારીઓને સીબીઆઈમાં પાંચ વર્ષ માટે ડેપ્યુટેશન પર મુકવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો હતો. જેમાં ૨૦૧૫ની બેચના મહેસાણાના એસપી અચલ ત્યાગી અને ૨૦૧૬ની બેચના આણંદ એસપી પ્રવીણકુમારનો સમાવેશ થાય છે. આ અગાઉ ગુજરાતમાંથી મનોજ શશીધરન, ગગનદીપ ગંભીર, વી. ચંદ્રશેખર, હિમાંશુ શુકલા, પીયૂષ પટેલ અને અમીત વસાવાને ડેપ્યુટેશન પર મોકલવાનો ઓર્ડર થયો હતો. અમદાવાદ ગ્રામ્ય એસપી અમિત વસાવાને હજુ છૂટા ના કરવામાં આવ્યા હોવાની વિગતો મળી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સાત જેટલા આઈપીએસ અધિકારીઓને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે સીબીઆઈમાં વધુ બે એસપી કક્ષાના અધિકારીઓને સીબીઆઈના એસપી તરીકે મુકવાનો નિર્ણય લીધો હતો. જેમાં અચલ ત્યાગી અને પ્રવીણકુમારનો સમાવેશ થાય છે. જો કે, અમિત વસાવા સહિત આ ત્રણે અધિકારીઓને છૂટા કરાયા નથી. આ ઉપરાંત ગુજરાતમાંથી સુરત રેન્જના આઈજી વી. ચંદ્રશેખરને સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે ડેપ્યુટેશન પર મોકલવાનો નિર્ણય નવેમ્બરમાં લેવાયો હતો.
આ ઉપરાંત ગુજરાત કેડરના આઈપીએસ પીયૂષ પટેલને બીએસએફના આઈજી તરીકે અને આઈપીએસ હિમાંશુ શુકલાને પણ સ્પેશિયલ કમિશનર તરીકે કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર મોકલાયા હતા.ઉ