Vadodara ની IOCL રિફાઈનરીમાં લાગેલી આગમાં બે કર્મચારીના મોત
અમદાવાદઃ વડોદરાના(Vadodara)કોયલી ખાતે ગત 11મી નવેમ્બર સોમવારે બપોરે IOCL રિફાઇનરીમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી. આ આગ લાગતાંની સાથે જ ધુમાડાના ગોટેગોટા છ કિમી દૂર સુધી જોવા મળ્યા હતા. જ્યારે દરમિયાન રાત્રે 8.30 વાગ્યે રિફાઇનરીમાં ફરી 5 હજાર સ્કેલની વધુ એક ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. જેની બાદ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કર્યો છે. બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગની 35થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવામાં આવી હતી.
Also read: કેનેડામાં હિંદુઓ સુરક્ષિત નથી! ખાલિસ્તાનીઓની ધમકી બાદ મંદિરમાં આયોજિત કાર્યક્રમ રદ
અમદાવાદ અને વડોદરાના ફાયર બ્રિગ્રેડની ગાડીઓ પહોંચી હતી
અમદાવાદ, આણંદ, હાલોલ, અંકલેશ્વર અને વડોદરા ગ્રામ્ય સહિતની ફાયર વિભાગની ગાડીઓ આગ પર કાબૂ લેવા પહોંચી હતી. આ ઉપરાંત આગની ઘટનામાં ત્રણ કર્મચારીઓ ઘાયલ થયા હતા. જેમાંથી બે કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાનું જાણવ્યુ છે. તો બીજી તરફ આગ કાબૂમાં લેનાર એક ફાયરકર્મી પણ ઘાયલ થયો છે. હાલ ફાયરકર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વધુ એક બ્લાસટ થતા ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો.
બ્લાસ્ટ થતાં લોકો ઘરની બહાર દોડી ગયા
વડોદરાના કોયલી ખાતેની IOCLરિફાઇનરીમાં બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારની ધરા ધ્રૂજી ઊઠી હતી તેમજ બ્લાસ્ટના અવાજથી આસપાસમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જ્યારે સ્થાનિક ધારાસભ્ય ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. આ ઉપરાંત પૂર્વ વિપક્ષ નેતા પણ સ્થળ પર પહોંચ્યા હતા.