આપણું ગુજરાત

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 9મી જાન્યુ.એ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એસઓયુ)ના સંયુક્ત ઉપક્રમે 9મી જાન્યુઆરી 2024ને મંગળવારના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 યોજાનાર છે. જેની પૂર્વ તૈયારી અને સુચારા આયોજન અમલવારી અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષપદે બેઠક યોજાઈ હતી. 9મી જાન્યુઆરી 2024ને મંગળવારના રોજ સવારે 9 વાગ્યે સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગર આઈકોનિક સ્થળ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 યોજાનાર છે. રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં આયોજન સાથે સંકળાયેલા જુદા-જુદા વિભાગોને સોંપાયેલી કામગીરી-જવાબદારીઓ અને ફરજો સંદર્ભે વાકેફ કર્યા હતા. ગત વર્ષની જેમ આ વર્ષે પણ લગન અને નિષ્ઠાથી કાર્યક્રમ પાર પાડવા અનુરોધ કર્યો હતો. આ ઉજવણીમાં વિદેશના પતંગબાજોને કાયમી યાદગાર બની રહે તે રીતે સફળ બનાવવા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024માં ગુજરાત સહિત વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે. તેમની રહેવા-જમવાની અને આનુસાંગિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ક્રાઉડ મેનેજમેન્ટ, મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, લાઈટ-પાણી, આરોગ્ય, રિફ્રેશમેન્ટ વગેરે બાબતોની સમીક્ષા કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે 18 દેશના 34 અને ગુજરાત સહિત ભારતના 14 મળી કુલ 51 પતંગબાજો એકતાનગર ખાતે પતંગ મહોત્સવમાં સ્થાનિક પદાધિકારી-અધિકારીઓની ઉપસ્થિતિમાં સહભાગી બનશે અને એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગનું આકાશી સુંદર દ્રશ્ય ખડું કરશે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ