આપણું ગુજરાતટોપ ન્યૂઝરાજકોટસૌરાષ્ટ્ર

હીરાસર એરપોર્ટ પરથી ઈન્ટરનેશનનલ ફ્લાઈટ્સ નહીં ઉડે, રાજકોટ કોંગ્રેસનો હલ્લાબોલ

રાજકોટ: વર્ષો સુધી રાહ જોયા બાદ ગત વર્ષે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ મળી હતી. જુલાઈ 2023 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હિસારસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ(Hirasar airport Rajkot)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 2023થી એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન શરૂ થયું હતું, પરંતુ ગઈ કાલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ને ટાંકીને પ્રકાશિત થયેલા એક અહેવાલથી રાજકોટવાસીઓના સપના રોળાઈ ગયા છે.
એક અહેવાલ મુજબ AAIએ જણાવ્યું હતું કે હિરાસર એરપોર્ટ ખાતે માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટનું સંચાલન થઇ શકશે, હાલનું ટર્મિનલ અને નિર્માણાધીન ટર્મિનલ ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સના સંચાલન માટે સક્ષમ નથી. નવું ટર્મિનલ બનાવવા માટે દરખાસ્ત મુકવામાં આવી છે. આ અહેવાલ બાદ વિપક્ષ કોંગ્રેસે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે.

રાજકોટ કોંગ્રેસે શહેરના બહુમાળી ચોક ખાતે રમકડાના વિમાનો પર નકલી નોટોનો વરસાદ કરી ભાજપ સરકારનો વ્યંગાત્મક રીતે વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ભાજપ પર પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના વેડફવાનો આરોપ લગાવ્યો છે. રાજકોટ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ‘રાજકોટ એરપોર્ટ માત્ર હવા હવાઈ’, ‘સૌરાષ્ટ્ર લોકોને મામા બનાવાનું બંધ કરો’ જેવા સૂત્રો લખેલા પ્લેકાર્ડસ બતાવ્યા હતા. કોંગ્રેસે તાકીદે હિરાસર એરપોર્ટ સુવ્યવસ્થિત રીતે શરૂ કરવા ભાજપ સરકાર પાસે માંગ કરી હતી.

ગઈ કાલે પ્રકશિત થયેલા અહેવાલ મુજબ ઇન્ટરનેશનલ એરપોર્ટના માપદંડો માટે કસ્ટમ, ઇમિગ્રેશન, એરલાઇન્સની ઓફીસ તેમજ પેસેન્જરોની સુવિધા માટે જરૂરી કામગીરીને આ હાલ તૈયાર થઈ રહેલા ટર્મિનલ પર સમાવી શકાશે નહીં. નિર્માણાધીન ટર્મિનલ 15મી ઓગસ્ટ સુધી તૈયાર થઇ જશે, ટર્મિનલનું નવું બિલ્ડીંગ તૈયાર થશે, તે માત્ર ડોમેસ્ટિક ઓપરેશન જ ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો : રાજકોટ વોર્ડ નંબર 2 અને 3 એટલે વિકાસનો પ્રયત્ન કરતું ગામડું.

કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રવાસીઓને રીઝવવા માટે વડાપ્રધાન મોદીએ ઉતાવળે અધૂરા પ્રોજેક્ટમા ઉદ્ઘાટન કરી દીધું હતું, પરંતુ એરપોર્ટની હાલની પરિસ્થિતિ જોતા સૌરાષ્ટ્રવાસીઓને મામા જ બનાવ્યા એવું લાગે છે. પ્રજાના ટેક્સના રૂ.1400 કરોડનું એરપોર્ટના નામે આંધણ કર્યા બાદ ઓથોરિટીને ખબર પડી કે નવા ટર્મિનલ બિલ્ડિંગમા આંતરરાષ્ટીય એરપોર્ટના માપદંડો જ નથી બોલો !

નોંધનીય છે હિસાસરના એરપોર્ટ ઉદ્ઘાટન સમયથી વિવાદમાં રહ્યું છે. એરપોર્ટ પર પેસેન્જરની પ્રાથમિક સુવિધાઓનો અભાવની વીડીયો પર વાયરલ થયો હતો. હજુ થોડા દિવસો પહેલા જ સામાન્ય વરસાદમા જ એરપોર્ટ ટર્મિનલનુ ડોમ ધરાશાયી થયુ હતુ. આ ઉપરાંત એરપોર્ટ રાજકોટથી 36 કિમી દૂર હોવાથી મુસાફરોને ટેક્સી ભાડા તરીકે મોટી રકમ ચૂકવવી પડે છે. રનવે પર પશુ-પક્ષીઓ ચડી આવવાના પણ બનાવો બનવ્યા છે.

વધુમાં કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપો કર્યા હતા કે અમાદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ અદાણિ સંચાલિત હોવાથી, તેને 1% નુ નુકશાન પણ પહોંચેએ માટે કેન્દ્ર સરકાર સૌરાષ્ટ્રવાસીઓને ઘોર અન્યાય કરી રહી છે.

આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન અશોકસિંહ વાઘેલા,કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત,સુરેશ બથવાર,મયૂરસિંહ પરમાર, રણજીત મુંધવા,દિલીપ આસવાણિ,ગૌરવ પૂજારા,રાજુ અમરણિયા,અનિલ રાઠોડ,જગુભા જાડેજા,સેવાદળના પ્રમુખ જીત સોની,યશ ભીંડોરા,એરોન ક્રિસિયન,સુનિલ સોરઠિયા,પ્રદ્યુમન બારડ,રોનક રવૈયા સહિત સહીત ઘણા કોંગ્રેસ કાર્યકારો હાજર રહ્યા હતા

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button