આપણું ગુજરાત

ટૂંક જ સમયમાં Indian Navyમાં સામેલ થઈ જશે INS Surat

અમદાવાદ: ઇન્ડિયન નેવીને (Indian Navy) લઈને એક સારા સમાચાર આવ્યા છે. હવે ટૂંક સમયમાં જ આઈએનેસ સુરત (INS Surat) જહાજ નૌકાદળમાં સામેલ થઈ જશે. હાલ લડાકુ જહાજ સુરતની દરિયાઈ ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે અને આ જહાજ વર્ષ 2025 સુધીમાં સેનામાં સામેલ કરી દેવામાં આવશે. આ વર્ષે તે સંપૂર્ણ તૈયાર થઈ જશે અને તેનાં સેનામાં સામેલ થવાથી નેવીની તાકાતમાં પણ વધારો થવાનો છે.

આ યુદ્ધ જહાજનું નામ આપણા ગુજરાતના સુરત શહેર પરથી રાખવામાં આવ્યું છે. જો કે અગાઉ ઘણા લડાકુ જહાજનુ નામકરણ કોઈ શહેરના નામ પરથી કરવામાં આવ્યું છે પરંતુ ગુજરાતના કોઈ શહેરના નામ પરથી આ પ્રથમ જહાજનું નામકરણ થયું છે. ગુજરાતનું સુરત મુઘલકાળથી લઈને 18 મી સદી સદી સુધી મહત્વનું બંદર હતું. અહીથી દેશવિદેશ સાથે વ્યાપાર થતો હતો. અંગ્રેજોએ પણતેમની કોઠી અહી સ્થાપી હતી. સુરતના આ ઐતિહાસિક મહત્વને લઈને જહાજને સુરત પરથી નામકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો ; રાજ્યમાં બે અકસ્માતોએ બે પરિવારના માળા વીંખ્યા: ચાર લોકોના કમકમાટીભર્યા મોત

હાલ મળતી માહિતી અનુસાર, તેને દેશના પૂર્વ કિનારે વિશાખાપટનમાં તૈયાર કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટનુ નામ P-15 Bravo – Class અથવા P15-B છે. આ ગાઇડેડ મિસાઈલ ડીસ્ટરોયર છે. વિશાખાપટ્ટનમ વર્ગના તમામ ડિસ્ટ્રોયર લગભગ સમાન કદના છે અને આઈએનએસ સુરત આ શ્રેણીની છેલ્લી ડિસ્ટર્જર છે.

આઈએનએસ સુરત 7,400 ટન વજન ધરાવે છે અને તેની લંબાઈ 163 મીટર છે. જોકે આ જહાજ ની ઝડપ લગભગ 56 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. INS સુરત ચાર ઇન્ટરસેપ્ટર બોટ સાથે 50 અધિકારીઓ અને 250 ખલાસીઓને રાખવાણી ક્ષમતા ધરાવે છે. એક જ વારમાં તે 7400 કિલોમીટરની મુસાફરી કરી શકે છે અને લગભગ 45 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે.

આઈએનએસ સુરત પર બરાક-8, બ્રહ્મોસ, એન્ટી સબમરીન રોકેટ લોન્ચર, ટોપ સહિત ઘણા આધુનિક હથિયારો લગાવી શકાશે. જેમાં 32 બરાક-8 મિસાઇલને એન્ટિએર વોરફેર માટે તૈનાત કરી શકાય છે. 16 બ્રહ્મોસ એન્ટિ-શીપ મિસાઈલોને સપાટી વિરોધી યુદ્ધ માટે તૈનાત કરી શકાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button