આપણું ગુજરાતરાજકોટ

દાહોદમાં દુષ્કર્મનો ભોગ બનેલી છ વર્ષની માસુમ બાળકીને ન્યાય ક્યારે મળશે?

રાજકોટ : દાહોદમાં ૬ વર્ષની માસૂમ વિદ્યાર્થિનીને શાળાના આચાર્યએ તેને અડપલા કરી હત્યા કરેલ, ત્યારે તે આચાર્યને તાત્કાલિક ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના cyss દ્વારા કિસાનપરા ચોક ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

આમ આદમી પાર્ટી રાજકોટના મહિલા પ્રમુખ રાજલબેન ગઢવીની આગેવાની નીચે ઉગ્ર રજૂઆતો થઈ હતી અને રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું શાસક પક્ષને બંગડી દેખાડી અને આમળ્યો હતો.

ટકોર પણ કરી હતી કે બંગાળની ડોક્ટર દીકરી ઉપર દુષ્કર્મ થયું અને તેની હત્યા થઈ ત્યારે સત્તાધારી પક્ષની મહિલા પાસે 1500 કિલોમીટર દૂર બનેલી ઘટના સંદર્ભે આંદોલનો કર્યા તો આ ગુજરાતની દીકરી સાથે દુષ્કર્મ થયું છે અને હત્યા થઈ છે ત્યારે સત્તાધારી પક્ષની મહિલા પાંખ ક્યાં ગુમ થઈ ગઈ છે? ત્રણ મહિલા ધારાસભ્યોને ઉલ્લેખી અને ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે હવે ગુજરાતની દીકરી પણ ન્યાય ઝંખે છે તો મેદાનમાં કેમ નથી આવતા? સત્તાધારી પક્ષ આ દુષ્કર્મની ઘટના બાબતે મીડિયા સમક્ષ પણ આવતા ડરે છે.

આ પણ વાંચો : વધાઈયુંઃ હવે ભુજથી રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેનઃ બે દાયકાની પ્રતીક્ષાનો આવશે અંત…

આમ આદમી પાર્ટી મહિલા પાંખે સત્તાધારી પક્ષને આડે હાથે લીધો હતો. અને તાત્કાલિક આરોપીને કાયદાકીય કાર્યવાહી કરી ફાંસીના માચડે ચઢાવવા માગણી કરી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત