યુવાનોને ભવિષ્ય સુધારવા ભારતની શિક્ષણ, કૌશલ્ય ઇકોસિસ્ટમ સંપૂર્ણ રીતે સજજ: ધર્મેન્દ્ર પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: આવનારા વર્ષોમાં મોટાભાગની નોકરીઓ નવી ટેક્નોલોજીના ક્ષેત્રમાં હશે અને ભારતની શિક્ષણ અને કૌશલ્યની ઇકોસિસ્ટમ દેશના યુવાનોને નોકરીની દુનિયામાં પ્રભુત્વ મેળવવા માટે ભવિષ્ય માટે તૈયાર કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે એમ કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું. ભારત આગામી ૨૫-૩૦ વર્ષમાં કામકાજની વયની વસ્તીના સંદર્ભમાં વિશ્ર્વનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે અને સમગ્ર વિશ્ર્વની નજર ભારતીય યુવાનો પર ટકેલી છે એમ કેન્દ્રીય શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા પ્રધાને ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સેમિનારને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું, જેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બુધવારે કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકાર, નેશનલ એજ્યુકેશન પોલિસીને અનુરૂપ, શિક્ષણ અને કૌશલ્ય વચ્ચે વધુ તાલમેલ વધારવા માટે ખંતપૂર્વક કામ કરી રહી છે. તેમાં કોઈ બે મત નથી કે દેશની પ્રગતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા સક્ષમ અને કુશળ કાર્યબળને પ્રોત્સાહન આપવાની અને વિકસાવવાની જરૂર છે. ડિજિટલ કૌશલ્યમાં નિપુણતા હવે પહેલા કરતાં વધુ નિર્ણાયક છે. નોકરીની દુનિયામાં પ્રભુત્વ મેળવવા માટે આપણા યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરવાની અનિવાર્ય જરૂરિયાત છે એમ તેમણે સેમિનારને સંબોધતા જણાવ્યું હતું. ભવિષ્યની મોટાભાગની નોકરીઓ નવી ટેક્નોલોજીના ક્ષેત્રમાં રહેલી હોવાથી ૨૧મી સદીમાં યુવાનોના જ્ઞાન અને કૌશલ્યો પર તેમની અસર જાણવાની જરૂર છે. ઉ