પ્રેમીના માંડવામાં પહોંચી ગર્લફ્રેન્ડ; દુલ્હન સાથે કરી મારપીટ અને આ સમયે ઢોલવાળાએ જે કર્યું તે તો ગજબ !

નવી દિલ્હી: તમે જુદાઈ જેવી ફિલ્મ તો જોઈ જ હશે, જેમાં એક પુરુષને બે મહિલાઓ પસંદ કરે છે. કરિશ્મા કપૂર, તબ્બુ અને ગોવિંદાનો પ્રેમ ત્રિકોણ પણ ‘સાજન ચલે સસુરાલ’માં જોવા મળશે. હવે તમે ઘણીવાર બોલીવુડ ફિલ્મોમાં કલાકારોને તેમના સાચા પ્રેમ માટે લડતા જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય વાસ્તવિક જીવનમાં આવું જોયું છે? જો નહીં, તો અમે તમને એક એવો વિડિયો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોયા પછી તમે સમજી શકશો નહીં કે તમારે હસવું જોઈએ કે દુઃખી થવું જોઈએ, પરંતુ એટલું ચોક્કસ છે કે આ વીડિયો જોયા પછી તમે હસ્યાં વિના તો નહીં જ રહી શકો. આ વીડિયોમાં બોલિવૂડની ફિલ્મોની જેમ મસાલા, ડ્રામા અને કોમેડી છે.
ખરેખર, બને છે એવું કે લગ્ન ચાલી રહ્યા છે અને અચાનક વરરાજાની ગર્લફ્રેન્ડ આવી ગઈ. નવાઈની વાત એ છે કે તે દુલ્હનના ડ્રેસમાં આવે છે અને સ્ટેજ પર ચઢી જાય છે અને દુલ્હન સાથે મારપીટ કરવા લાગે છે. આ બંનેની વચ્ચે બિચારો વરરજો ફસાઈ ગયો હોય તેવું લાગે છે અને તે બંનેને છૂટા પાડવાની પણ કોશિશ કરે છે. પરંતુ તે બંનેમાંથી કોઈ પાછું હટે તેવું દેખાતું નથી. આ દરમિયાન, બધાનું ધ્યાન ઢોલ વાળા પર પણ જાય છે, જે આવી ગંભીર પરિસ્થિતિમાં પણ ઢોલ વગાડવાનું ચાલુ રાખે છે. દુલ્હા અને દુલ્હન, તેની ગર્લફ્રેન્ડ અને ઢોલ વગાડનાર પર લોકો તરફથી ઘણી ફની કોમેન્ટ્સ આવી છે.
આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘અરે, કોઈ ઢોલવાળાને સમજાવો, મામલો ગંભીર છે.’ તો એકે લખ્યું છે કે, ‘ઢોલવાળો કહે છે – મેં પૈસા લીધા છે અને વગાડીશ’. અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘ભલે ગમે તે થાય ઢોલ બંધ ન થવો જોઈએ’. તો અન્ય યુઝરે લખ્યું છે કે, ‘શું તેઓ કાળિયા માટે લડી રહ્યું છે?’