આપણું ગુજરાત

આ ત્રણ સાપ્તાહિક ટ્રેનના ફેરા વધ્યા

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશથી અમદાવાદ મંડળની ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિશેષ ભાડા પર આંશિક પરિવર્તિત સમય સાથે વધારવામાં આવ્યા છે. રેલવેએ આપેલી માહિતી અનુસાર આ ત્રણ ટ્રેન કરશે વધારાના ફેરા.

ટ્રેન નંબર 01906/05 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ [12ફેરા]

ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેનનેદરેક મંગળવારે 10 ઓક્ટોબરથી 26 ડિસેમ્બર 2023 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. આ ટ્રેન અમદાવાદથી 14.40 કલાકને બદલે 14.10 કલાકે ઉપડશે.
ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનને દરેક સોમવારે 09 ઓક્ટોબર થી 25 ડિસેમ્બર સુધી વિસ્તૃત કરવામાં આવી છે.
ટ્રેન નંબર 04166/65 અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ (12ફેરા)
ટ્રેન નંબર04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેનને દરેક ગુરૂવારે 12 ઓક્ટોબર થી 28 ડિસેમ્બર 2023 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. આ ટ્રેન અમદાવાદ થી 14.40 કલાકને બદલે 14.10 કલાકે ઉપડશે.
ટ્રેન નંબર04165 આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનને દરેક બુધવારે 11 ઓક્ટોબર થી 27 ડિસેમ્બર 2023 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.
ટ્રેન નંબર04168/67અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ [13 ફેરા]ટ્રેન નંબર04168અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેનને દરેક સોમવારે09 ઓક્ટોબર 2023 થી 1 જાન્યુઆરી 2024 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. આ ટ્રેન અમદાવાદથી 14.40 કલાક ને બદલે 14.10 કલાકે ઉપડશે.
ટ્રેન નંબર04167આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનને દરેક રવિવારે 08 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર 2023 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

ટ્રેન નંબર01906,04166 અને 04168 ના વિસ્તૃત ફેરાનું બુકિંગ 08 ઓક્ટોબર થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button