રેલવે આ તારીખોએ દોડાવી રહી છે સ્પેશિયલ ટ્રેન, મતદારોને પણ થશે ફાયદો…
ભુજઃ જે રીતે લાખો કચ્છીઓએ મુંબઈને પોતાનું ઘર બનાવ્યું છે તે રીતે એવા ઘણા મહારાષ્ટ્રીયન છે જે કામ ધંધા માટે કચ્છમાં આવી વસ્યા છે. કચ્છમાં વધતા જતા નાના-મોટા ઉદ્યોગો અને મેન્યુફેક્ચિરિંગ યુનીટ્સને કારણે અન્ય રાજ્યોમાંથી ઘણા લોકો અહીં રહે છે. જેમાં મહારાષ્ટ્રના લોકોનો પણ સમાવેશ થાય છે. આ લોકો માટે રાહતના સમાચાર એ છે કે રેલવેએ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી છે, તેમાંથી એક બે ટ્રેન મતદારોને 20 નવેમ્બરે મહારાષ્ટ્ર પહોંચવામાં મદદ કરી શકે તેમ છે. એક અંદાજ પ્રમાણે કચ્છમાં લગભગ 4000થી 5000 મહારાષ્ટ્રના મતદાર રહે છે.
આ પણ વાંચો : IRCTC આપી રહ્યું છે Gujarat ફરવાની તક! પેકેજમાં કરાવો ફટાફટ બુકિંગ…
બાંદ્રા ટર્મિનસ-ભુજ, બાંદ્રા ટર્મિનસ-ભુજ-વલસાડ, બાંદ્રા ટર્મિનસ-ભુજ અને બાંદ્રા ટર્મિનસ-હિસાર વચ્ચે વિશેષ ભાડા પર ચાર સ્પેશલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. તો જાણી લો ક્યારે ક્યા રૂટ પર કઈ ટ્રેન દોડશે.
- ટ્રેન નંબર 09037/09038 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશલ [06 ફેરા]
ટ્રેન નંબર 09037 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશલ મંગળવાર, ગુરુવાર અને રવિવારે બાંદ્રા ટર્મિનસથી 23:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13:05 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન 12, 14 અને 17 નવેમ્બર, 2024ના રોજ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09038 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશલ બુધવાર, શનિવાર અને સોમવારે ભુજથી 19:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 13, 16 અને 18 નવેમ્બર, 2024ના રોજ ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, હળવદ, સામાખિયાળી અને ગાંધીધામ સ્ટેશન પર ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી 2-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
- ટ્રેન નંબર 09029/09030 બાંદ્રા ટર્મિનસ-ભુજ-વલસાડ સુપરફાસ્ટ સ્પેશલ [02 ફેરા]
ટ્રેન નંબર 09029 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશલ બુધવાર 13 નવેમ્બર, 2024 નારોજ 23:25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 14:30 કલાકે ભુજ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09030 ભુજ-વલસાડ સુપરફાસ્ટ સ્પેશલ ગુરુવાર, 14 નવેમ્બર, 2024 ના રોજ ભુજથી 19:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.45 કલાકે વલસાડ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં સુરત, વડોદરા, અમદાવાદ, હળવદ, સામખિયાળી અને ગાંધીધામ સ્ટેશન પર ઉભી રહેશે. ટ્રેન નંબર 09029 બોરીવલી અને વાપી સ્ટેશન પર વધારાના સ્ટોપેજ હશે.આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
- ટ્રેન નંબર 09472/09471 ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશલ [02 ફેરા]
ટ્રેન નંબર 09472 ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશલ રવિવાર 17 નવેમ્બર, 2024 ના રોજ ભુજથી 19:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09471 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશલ સોમવાર, 18 નવેમ્બર, 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 12:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 03:30 કલાકે ભુજ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં ગાંધીધામ, સામાખિયાળી, હળવદ, અમદાવાદ, વડોદરા, સૂરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
- ટ્રેન નંબર 04726/04725 બાંદ્રા ટર્મિનસ-હિસાર સુપરફાસ્ટ સ્પેશલ (02 ફેરા)
ટ્રેન નંબર 04726 બાંદ્રા ટર્મિનસ – હિસાર સુપરફાસ્ટ સ્પેશલ મંગળવાર, 12 નવેમ્બર, 2024ના રોજ બાંદ્રા ટર્મિનસથી 09.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.10 કલાકે હિસાર પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 04725 હિસાર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશલ સોમવાર, 11 નવેમ્બર, 2024 ના રોજ 05.50 કલાકે હિસારથી ઉપડશે અને બીજા દિવસે 07.20 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, રતલામ, નાગદા, ભવાની મંડી, કોટા, સવાઈ માધોપુર, દુર્ગાપુરા, જયપુર, રિંગાસ, સીકર, નવલગઢ, ઝુંઝુનુ, ચિરાવા, લોહારુ અને સાદુલપુર સ્ટેશનો પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ છે, તેમ રેલવેએ જણાવ્યું છે.