આપણું ગુજરાત

યાત્રીગણ કૃપા કરી ધ્યાન આપેઃ ગુજરાતની આ ટ્રેનના રૂટમાં થયો છે ફેરફાર

દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝનના કાઝીપેટ-બલ્હારશાહ સેક્શનના માકુડી-સિરપુર ટાઉન-સિરપુર કાગજનગર સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કમિશ્નિંગ અંગે પ્રી-નોન ઇન્ટરલોકિંગ/નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને અમદાવાદ-એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તત માર્ગે દોડશે. જેથી પ્રવાસીઓ તેની નોંધ લે તેમ રેલવેએ જણાવ્યું હતું.

  1. 24 સપ્ટેમ્બર 2023 ના રોજ ગાંધીધામથી ઊપડનારી ટ્રેન નંબર 20804 ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ બલ્હારશાહ-વિજયવાડા-વિશાખાપટ્ટનના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા નાગપુર-ગોંદીયા-રાયપુર-ટિટિલાગઢ-વિજયનગરમના માર્ગે ચાલશે. આ ટ્રેન ચંદ્રપુર-બલ્હારશાહૃ-સિરપુર કાગજનગર-રામગુંડમ-વારંગલ-ખમ્મમ-વિજયવાડા-એલુરુ-રાજમંડ્રી-સામલકોટ-દુવ્વાડા સ્ટેશનો પર નહીં જાય.
  2. 14 અને 21 સપ્ટેમ્બર 2023ના રોજ વિશાખાપટ્ટનમથી ઊપડનારી ટ્રેન નંબર 20803 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વિશાખાપટ્ટનમ-વિજયવાડા-બલ્હારશાહના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા વિજયનગરમ-ટિટિલાગઢ-રાયપુર-ગોંદિયા-નાગપુરના માર્ગે દોડશે. આ ટ્રેન ચંદ્રપુર-બલ્હારશાહ-સિરપુર કાગજનગર-રામગુંડમ-વારંગલ-ખમ્મમ-વિજયવાડા-એલુરુ-રાજમંડ્રી-સામલોકટ-દુવ્વાડા સ્ટેશનો પર રોકાશે નહીં.
  3. 24 સપ્ટેમ્બર 2023ના રોજ પુરીથી ઊપડનારી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વિજયવાડા-વારંગલ-બલ્હારશાહ-બડનેરા-અકોલા-અમદાવાદને બદલે પરિવર્તિત માર્ગ વાયા વિજયનગરમ-ટિટિલાગઢ-રાયપુર-નાગપુર-વર્ધાના માર્ગે દોડશે. આ ટ્રેન વિશાખાપટ્ટનમ-અનકાપલ્લી-સામલકોટ-રાજમંડ્રી-એલુરુ-વિજયવાડા-વારંગલ-રામગુંડમ-મંચિર્યાલ-સિરપુરકાગજનગર-બલ્હારશાહ-ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.
  4. 21 થી 25 સપ્ટેમ્બર 2023 સુધી અમદાવાદથી ઊપડનારી ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ સુરત-ભુસાવળ-બડનેરા-બલ્હારશાહ-વારંગલ-વિજયવાડાને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા અકોલા-પૂર્ણા-નિઝામાબાદ-પેદદ્દપલ્લીના રસ્તેથી જશે. આ ટ્રેન મંચિર્યાલ-સિરપુર કાગજનગર-બલ્હારશાહ-ચંદ્રપુર-વરોરા-હિંગણઘાટ-વર્ધા-પુલગાંવ-ધામનગાંવ-બડનેરા-મુર્તિઝાપુર સ્ટેશનો પર જશે નહીં.
  5. 21 થી 26 સપ્ટેમ્બર 2023 સુધી એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલથી ઊપડનારી ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વિજયવાડા-વારંગાલ-બલ્હારશાહ-બડનેરા-ભુસાવળ-સુરતના સ્થાને પરિવર્તિત માર્ગ પેદદ્દપલ્લી-નિઝામાબાદ-પૂર્ણા-અકોલાના માર્ગે દોડશે. આ ટ્રેન મંચિર્યાલ-સિરપુર કાગજનગર-બલ્હારશાહ-ચંદ્રપુર-વરોરા-હિંગણઘાટ-વર્ધા-પુલગાંવ-ધામનગાંવ-બડનેરા-મુર્તિઝાપુર સ્ટેશનો પર જશે નહીં.

    ⦁ 20 સપ્ટેમ્બર 2023 સુધીની ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ અને ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ સિરપુર કાગજનગર સ્ટેશનો પર રોકાશે નહીં.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button