અમદાવાદઆપણું ગુજરાત

LGBTQIA+ કમ્યુનીટીના હક માટે અમદાવાદમાં ઇન્ડિયન પ્રાઇડ ફેસ્ટિવલ 2024નું આયોજન

અમદવાદ: ભારતમાં ક્વિયર (Queer) કમ્યુનીટી સમાન સામાજિક અને કાયદાકીય હક માટે સંઘર્ષ કરી રહી છે. ગુજરાતમાં ક્વિયરના અધિકારો માટે ગાંધીનગર ક્વિયર પ્રાઇડ (GQP)ફાઉન્ડેશન સતત અભિયાન ચલાવી રહ્યું છે. GQP ઇન્ડિયન પ્રાઈડ ફેસ્ટીવલની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ફેસ્ટિવલ 13થી 15 સપ્ટેમ્બર, 2024 દરમિયાન અમદાવાદમાં યોજાશે.

આ ફેસ્ટીવલનો મુખ્ય હેતુ LGBTQIA+ સમુદાય અને અલાઈઝ એક સાથે લાવવાનો અને એક બીજા સાથે જોડવાનો છે. આ વર્ષના ફેસ્ટીવલમાં ઘણી ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષના પ્રાઈડ ફેસ્ટીવલનું આયોજન કરવમાં આવ્યું છે.

ફેસ્ટીવલ અંતર્ગત રેઈન્બો હાટ(Rainbow Haat)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્વિયર માલિકીના બીઝનેસ અને સ્થાનિક કારીગરોના સ્ટોલ હશે. રેઈન્બો હાટ તેમને તેમની પ્રોડક્ટ, સર્વિસ અને ઉદ્યોગસાહસિક ભાવના પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરશે.

આ દરમિયાન ડાન્સ, મ્યુઝિક સહિત ક્વિયર કલાકારો દ્વારા વિવિધ પરફોર્મન્સ રજુ કરવામાં આવશે. આસ સાથે ગરબા નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : કચ્છના રણોત્સવ આડે દોઢ મહિનો બાકી ને કોર્ટે આપ્યો આ આદેશ, હવે શું થશે?

રેમ્બો હાટનું આયોજન મોટેરા સ્ટેડિયમ રોડ પર આવેલી વિકલાંગા કન્યાશાળામાં કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત 14મી સપ્ટેમ્બર 2024ના રોજ સાંજે 5 વાગ્યે થશે.

14મી સપ્ટેમ્બર સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે શ્યામલ ક્રોસ રોડ પાસેને એલાયન્સ ફ્રાન્સાઇઝમાં સેશન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં “અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇન્ટીમાસી એન્ડ રિલેશનશીપ” જેવા સેશન્સ પણ હશે. આ સેશન્સમાં સેક્યુઆલિટી અને રિલેશનશીપ અંગે ચર્ચા કરવામાં આવશે.

15 સપ્ટેમ્બર સવારે 10 વાગ્યે બોડકદેવ વિસ્તારમાં આવેલા સ્ટુડિયો રાગમાં ક્યુટુંબ મીટઅપ(Qutumb Meetup)નું પણ આયોજન કરવામાં આવ્યું છે. ક્યુટુંબ એ ક્વિયર વ્યક્તિઓનું જૂથ છે. જ્યાં દરેક સલામત અને સહાનુભૂતિ અનુભવી શકે છે. આ જગ્યાએ અદરેક તેમના અનુભવો, પડકારો અને સ્વીકૃતિની સફર શેર કરી શકે છે

15 સપ્ટેમ્બર સાંજે 6 વાગ્યે ગાંધી આશ્રમની સામે આવેલી સિલ્વરક્લાઉડ હોટેલ અને બેન્ક્વેટમાં LGBTQIA+ PROM નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ગત વર્ષના ફેસ્ટીવલમાં 1,500 થી વધુ લોકોએ હાજરી આપી હતી. આ વર્ષે, વધુ લોકો હાજરી આપે એવી આયોજકોને આશા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button