IPL 2024આપણું ગુજરાતસ્પોર્ટસ

જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિમ ગૂંજી ઉઠ્યું ભારત ભાગ્ય વિધાતાના સૂરથી… વાઈરલ વીડિયો જોયો કે નહીં?

અમદાવાદઃ અમદાવાદ ખાતે રમાઈ રહેલી ભારત-પાકિસ્તાનની મેચની શરૂઆત પહેલાં જ સ્ટેડિયમમાં કંઈક એવું બન્યું હતું કે જેને કારણે દરેક ભારતીયની છાતી ફૂલીને છપ્પન ઈંચની થઈ ગઈ છે. મેચની શરૂઆત પહેલાં ગવાયેલા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું અને આખું સ્ટેડિયમ ભારત ભાગ્ય વિધાતાના સૂરથી ગૂંજી ઉઠ્યું હતું અને આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

મેચ પહેલાં માહોલ બનાવવા માટે બીસીસીઆઈ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તેનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા નહીં મળતાં ટીવી પર મેચ જોઈ રહેલાં ચાહકો નિરાશ થયા હતા.

https://twitter.com/CricCrazyJohns/status/1713111071937245356?s=20

પરંતુ ભારતે ટોસ જિત્યો કે લોકોની આ નિરાશા તરત જ દૂર થઈ ગઈ હતી. ત્યાર બાદ બંને દેશના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા હતા. પહેલાં પાકિસ્તાનનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું અને એ પૂરું થતાં જ ભારતનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. જેવું ભારતનું રાષ્ટ્રગીત વાગ્યું એટલે તરત જ સ્ટેડિયમમાં હાજર તમામ લોકો ઊભા થઈ ગયા હતા અને પોતાની લાડકી ટીમ સાથે આ રાષ્ટ્રગીત ગાઈને ટીમનો જુસ્સો વધાર્યો હતો. આ દ્રશ્ય જોઈને કોઈ પણ ભારતીય નાગરિકના રૂંવાડા ઊભા થઈ જાય એ સ્વાભાવિક છે.

ઈન્ડિયન ટીમે પોતાની ટીમમાં ફેરફાર કર્યો હોઈ ટીમમાં શુભમન ગિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડેંગ્યુને કારણે શુભમન ગિલ હોસ્પિટલાઈઝ્ડ હતો અને તે આ મહત્વની મેચ રમશે કે નહીં એવી ચર્ચા છેલ્લાં બે-ત્રણ દિવસથી ક્રિકેટપ્રેમીઓમાં જોવા મળી રહી હતી. પરંતુ શુભમન ગિલ મેચ રમશે એવી જાહેરાત થતાં જ ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ બમણો થઈ ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button