એકતા દિવસ-2025ઃ માત્ર જવાનોએ જ નહીં, સ્વદેશી શ્વાનોએ પણ દેખાડ્યા કરતબ...
આપણું ગુજરાત

એકતા દિવસ-2025ઃ માત્ર જવાનોએ જ નહીં, સ્વદેશી શ્વાનોએ પણ દેખાડ્યા કરતબ…

ગાંધીનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીને નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ભવ્યાતિભવ્ય આયોજન સાથે ઉજવવામા આવી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિવિધ રંગારંગ કાર્યક્રમો અને સાથે પરેડનું આયોજન કરવામા આવ્યું હતું. પ્રજાસત્તાક દિવસના દિવસે દિલ્હીમાં થતી પરેડ જેવી પરેડ યોજાઈ હતી, જેમાં મહિલાઓએ પણ સુપેરે ભાગ લીધો હતો.

જોકે અહીં આકર્ષણનું કેન્દ્ર સ્વદેશી શ્વાન પણ બન્યા હતા. એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પરેડમાં ભારતીય શ્વાનોનું અદભુત પ્રદર્શન જોવા મળ્યું હતું. દેશની સીમા સુરક્ષાને મજબુત બનાવવા માટે સીમા સુરક્ષા બળના રાષ્ટ્રીય શ્વાન કેન્દ્ર દ્વારા ભારતીય નસ્લના શ્વાનોને પ્રશિક્ષણ આપીને તાલીમબદ્ધ કરાયા છે. ઉત્તરપ્રદેશના રામપુરા અને મહારાષ્ટ્રના દેશી નસ્લના શ્વાનોને તાલીમબદ્ધ કરીને સુરક્ષા દળોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

શ્વાનોએ ૧૮ ફુટની દિવાલ જમ્પ, ૨૦ ફુટના દાદરની ચડાઈ, આંખો બંધ કરીને પુલોને પાર કર્યા હતો. પહાડી રસ્તાઓ આગળ વધવા માટે તાલીમ અંગે પ્રદર્શન રજુ કર્યું હતું. સ્વદેશી શ્વાનોની જાતિઓ – રામપુર શિકારી શ્વાનોએ તેમની કુશળતા દર્શાવી હતી. આ જાતિઓએ BSF કામગીરી દરમિયાન બળ ગુણાકાર તરીકે નોંધપાત્ર યોગદાન આપીને આત્મનિર્ભર ભારતની ભાવનાને મૂર્તિમંત કરી હતી. ભારતની આત્મનિર્ભરતા, સ્વદેશી ગૌરવ અને રાષ્ટ્રીય ગૌરવ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું એક શક્તિશાળી ઉદાહરણ પૂરૂ પાડયું હતું.

આ પણ વાંચો…મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે વિધાનસભા ખાતે સરદારની પ્રતીમાને પુષ્પો અર્પણ કર્યા

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button