IPL 2024આપણું ગુજરાતસ્પોર્ટસ

IND vs AUS Finals: જો આવું થાય તો ભારત અને ઓસ્ટ્રેલિયા બંને બની શકે છે ચેમ્પિયન જાણો રસપ્રદ સમીકરણ…


અમદાવાદઃ ભારત દ્વારા આયોજિત ક્રિકેટ વર્લ્ડ કપ 2023 તેના અંતિમ રાઉન્ડમાં પહોંચી ગયો છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ આજે એટલે કે 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ભારતીય ટીમ ત્રીજી વખત ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા પણ છઠ્ઠી વખત ટાઈટલ જીતવા માટે ભરપૂર પ્રયાસ કરશે.


આ ફાઈનલ મેચ દરમિયાન અમદાવાદમાં વરસાદની શક્યતા ઓછી છે જે ક્રિકેટ ચાહકો માટે સારી બાબત છે. જો કે, હવામાનની પેટર્ન ક્યારે બદલાય તે કહી શકાય નહીં. આવી સ્થિતિમાં, ચાહકો પણ જાણવા માટે ઉત્સુક છે કે જો વરસાદ પડે અને ફાઇનલ મેચ સંપૂર્ણપણે ધોવાઇ જાય તો શું થશે?


ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. આવી સ્થિતિમાં, જો ફાઇનલ મેચ દરમિયાન વરસાદ પડે છે અને મેચ સંપૂર્ણપણે ધોવાઇ જાય છે, તો મેચ બીજા દિવસે એટલે કે રિઝર્વ ડે પર પૂર્ણ કરવામાં આવશે. હવે ચાહકોના મનમાં પ્રશ્ન થશે કે જો રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડે અને મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય તો શું થશે?


ICCએ આ અંગે પણ સ્પષ્ટ માહિતી આપી છે. તેમના મતે જો રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડે છે અને મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય છે, તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આવું જોવા મળ્યું હતું. એ સમયે ભારત અને શ્રીલંકા સંયુક્ત વિજેતા બન્યા હતા. જો કે, ક્રિકેટ વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં આજ સુધી કોઈ ફાઈનલ મેચ રિઝર્વ ડે પર યોજાઈ નથી અને વિજેતા ટીમનો નિર્ણય નિર્ધારિત દિવસે જ થઈ ગયો હતો.


અમ્પાયર એ જ દિવસે ફાઇનલ મેચ પૂર્ણ કરવા માટે શક્ય તેટલો પ્રયાસ કરશે. આ માટે મેચ ઓછામાં ઓછી 20 ઓવરની કરી શકાય છે. જો એટલી બધી ઓવર પણ રમી ન શકાય તો અમ્પાયર મેચને રિઝર્વ ડે પર રાખવાનો નિર્ણય લઈ શકે છે. રિઝર્વ ડેમાં પણ ઓછામાં ઓછી 20-20 ઓવર રમવી જરૂરી છે. જો વરસાદના કારણે તે દિવસે પણ રમત શક્ય ન બને તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.


હવે આપણને એવો પણ સવાલ થાય કે ફાઈનલ મેચ ટાઈ થશે તો શું થશે? તો ચાહકોને જણાવી દઈએ કે જો વર્લ્ડ કપની ફાઈનલ મેચ ટાઈ થશે તો તેમાં સુપર ઓવર કરવામાં આવશે. જો સુપર ઓવર પણ ટાઈ થાય છે, તો ફરીથી સુપર ઓવર કરવામાં આવશે. જ્યાં સુધી એક ટીમ જીતે નહીં ત્યાં સુધી આ સુપર ઓવર ચાલુ રહેશે. આ રીતે જો આ વખતે ફાઈનલ મેચ ટાઈ થશે તો ચાહકોને બમણો રોમાંચ મળશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત