આપણું ગુજરાત

અમદાવાદ સહિત રાજ્ય Olympics 2036 માટે સજજ થાય તે માટે આટલા કરોડની જોગવાઈ

ગાંધીનગરઃ ગુજરાતમાં 2036માં ઓલિમ્પિકનુ આયોજન કરવાનું સ્વપ્ન વડા પ્રધા નરેન્દ્ર મોદીનું છે ત્યારે ગુજરાતમાં આ કક્ષાનું માળખુ તૈયાર થાય તે માટે બજેટમાં રૂ. 376 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રમતગમત ક્ષેત્રે નાણા જોગવાઈની જાહેરાત કરતા નાણા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે રૂ. ૩૭૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઓલમ્પિક કક્ષાનું માળખું તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીના રમતવીરો તૈયાર કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

શક્તિદૂત ૨.૦ યોજના હેઠળ શ્રેષ્ઠ દેખાવ કરતાં ખેલાડીઓને સહાય આપવાનું આયોજન પણ કરવામા આવશે. આ સાથે પેરા એથ્લીટ્સને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા આપવા દેશના પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ પેરા હાઈ-પર્ફોમન્સ સેન્ટરના નિર્માણ કરવામાં આવશે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીને સ્પોર્ટ્સ એજ્યુકેશન, ટ્રેઈનીંગ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રે નવી ઉંચાઇ સુધી લઇ જવા માટે બીજા તબક્કાનું આયોજન.

આ સાથે સાંસ્કૃતિક વિકાસ માટે પણ નાણા ફાળવવામાં આવ્યા છે. તાના-રીરી સંગીત સંગ્રહાલય સહિત અનેક પ્રકલ્પો વિકસાવવાનું આયોજન કરવામા આવ્યું છે. ગ્રંથાલય અને અભિલેખાગારો માટે ₹૧૧૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, ૩૦૦૦ ગ્રંથાલયોને રૂ. ૧૨૦ કરોડના ખર્ચથી પુસ્તકો, ઈ-બુક્સ, ઓનલાઇન રેફરન્‍સ મટિરિયલ, જરૂરી ફર્નિચર, નેટવર્ક કનેક્ટિવિટી અને ડિજિટલ લાયબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું નવતર આયોજન કરવામાં આવ્યું છે.


દસ્તાવેજી વારસાની યોગ્ય જાળવણી અને માવજત માટે રાજ્યના અભિલેખાગારોને અદ્યતન સુવિધાઓથી સુસજ્જ કરવાનું આયોજન હોવાનું પણ બજેટમાં સૂચવાયુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button