2030 પહેલા 50% એનર્જી રિન્યુએબલ સ્ત્રોતોમાંથી હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ: કેદ્ન્રીય પ્રધાન
ગાંધીનગર: ભારત સરકાર રિન્યુએબલ એનર્જી પર વધુને વધુ ભાર મૂકી રહી છે. સરકાર 2030ના નિર્ધારિત સમય પહેલા કુલ ઉર્જા ક્ષમતાના 50 ટકા એનર્જી રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી હાંસલ કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધ છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બિન-અશ્મિભૂત સ્ત્રોતોમાંથી 500 ગીગાવોટની કુલ ક્ષમતાના લક્ષ્યાંકમાંથી 485 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી (RE)માં ઉત્પન કરવાનો પ્લાન બનવવામાં આવ્યો છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં બોલતા, તેમણે જણાવ્યું હતું કે, “કુલ ઉર્જામાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો નોંધપાત્ર રીતે વધ્યો છે. તે હવે ભારતની કુલ ઉર્જા ક્ષમતાના 42 ટકાથી વધુ હિસ્સો રિન્યુએબલ એનર્જીનો છે. અમે 2030 સુધીમાં 50 ટકા ક્ષમતા હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
ભારતની ક્ષમતા 2014માં લગભગ 76 ગીગાવોટથી વધીને હાલમાં 180 ગીગાવોટ થઈ ગઈ છે. લક્ષ્ય 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતાનો છે, જેમાંથી 2030 સુધીમાં આપણી પાસે લગભગ 485 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી હશે. આ દર્શાવે છે કે ભારત કેવી રીતે પ્રગતિ કરી રહ્યું છે. થોડા સમય માટે થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ મોટા ભાગના પ્રોજેક્ટ્સ ઓનલાઈન થવા જઈ રહ્યા છે અને અમને આશા છે કે લક્ષ્ય હાંસલ કરવામાં આવશે.